________________
બનવાનું છે.
અમદાવાદના એક અનુભવી મનોવૈજ્ઞાનિકનું અભ્યાસાત્મક દોહન લક્ષ્યમાં લેવા જેવું છે. એમણે કહ્યું હતું - એક ભૂત યા તો મેલી વિદ્યાનો પ્રભાવ ઘરમાં જે બરબાદી-અશાંતિ ઊભી કરી દે છે, એવું જ સ્વરૂપ ટી.વી.નું છે. Television means Ghost in your house. એક ભૂતના રૂપમાં ટેલિવિઝન આપણાં બાળકો ઉપર હાવી થઈ રહ્યું છે એ સમજવાનો સમય આવી પહોંચ્યો છે.
ટી.વી. દ્વારા માત્ર માનસિક વિકૃતિ જ થાય છે એવું નથી, બાળકોના શારીરિક અને ભૌતિક વિકાસ ઉપર પણ પ્રતિકૂળ અસર પડે છે. ટી.વી. આજે લોકો માટે અફીણ બની ગયું છે. બાળકોનું મન વધારે સંવેદનશીલ અને રિસેપ્ટિવ હોય છે. તે સારી ખોટી વાતો જલદી ગ્રહણ કરી લેતાં હોય છે. ટી.વી.નું બાળકોને ય વ્યસન થઈ ગયું છે. ટી.વી. અને નશાયુક્ત દવાઓનું વ્યસન એક જેવું મળતું આવે છે. ટી.વી. જોવાથી યુવકો ઘોર હિંસા તરફ ઃ
ઇંગ્લેન્ડમાં ‘માયકલ સ્પાન’ નામના એક યુવકે વીડિયો ફિલ્મ ‘ફર્સ્ટ બ્લડ’ જોઈને એ ફિલ્મના હીરો રેમ્બો'ની જેમ માત્ર ૮ કલાકમાં ૧૯ હત્યાઓ કરીને હાહાકાર મચાવી દીધો હતો ! આ વાત આખી દુનિયા જાણે છે. આવી ભયંકર દુર્ઘટનાઓ આપણે ત્યાં પણ બને છે ને ? ટી.વી. જોઈને ૮-૧૦ વર્ષની છોકરી ઢીંગલીને ચપ્પાથી કાપે છે, તો કાલે એ પોતાના નાના ભાઈ યા બહેનને પણ કાપી શકે ને ? ભારતમાં દરરોજ ૪૩ કરોડ લોકો ટી.વી. જુએ છે. એમાંથી પ્રેરણા લઈને માત્ર એક હજાર. બાળકો જ હિટલરના માર્ગે ચાલશે તો ?
દિલ્હીનો એક બાર વર્ષનો છોકરો ટી.વી. જોઈને ત્રણ મિત્રોની સાથે બેંક લૂંટવાનો પ્લાન બનાવે - આ પરિસ્થિતિ ચિંતાજનક નથી ? ટી.વી. જોઈને - તેની અંદર મશીનગનથી મરતા મનુષ્યોને જોઈને કોમળ દિમાગનાં બાળકો એવું જ વિચારશે કે મનુષ્ય પણ ફુગ્ગાની જેમ ફોડવાની વસ્તુ છે અને એના હાથમાં મશીનગન આવી જશે તો તે માનવ-ફુગ્ગા ફોડવા માંડશે ને ? થોડાંક વર્ષો પૂર્વે ન્યૂયોર્કમાં એક દશ વર્ષના કિશોરે નાનકડી વાતમાં પોતાના પિતાને ગોળીથી મારી
નાખ્યા હતા !
ટી.વી.થી શારીરિક નુકસાન
ટી.વી. જોવાથી બાળકોની કલ્પનાશક્તિ કમજોર થઈ જાય છે અને એમની સંવેદનશીલતા પણ મૃતપ્રાયઃ થઈ જાય છે. એટલું જ નહીં, પણ ટી.વી. જોવાથી બાળકોના શારીરિક વિકાસને પણ નુકસાન પહોંચે છે અને એમાં વધારે જોખમ છે. અમેરિકન વૈજ્ઞાનિક ડૉક્ટર જ્હોન એમ. ઓટ્ટેએ એવી શોધ કરી છે કે ટી.વી. સેટની
૨૦૬
શાન્તસુધારસ : ભાગ ૩