________________
વષકાળ કરવા માટેની જગા આપી, પરંતુ શરત રાખી કે “આપ અહીં ધમપદેશ નહીં કરો.”
ચાતુર્માસ પૂર્ણ થતાં આચાર્યશ્રીએ વિહાર કર્યો. વંકચૂલ વિદાય આપવા સાથે ચાલ્યો. પલ્લીની બહાર આવીને આચાર્યશ્રીએ વંકચૂલને ઉપદેશ આપ્યો.
સુસ્થિત સદ્ગુરુ સે ઉસને પાયે નિયમ દો ચાર રે, ફલ અનજાન, માંસ કાગ ક, રાજરાની પરિહાર રે. રિપુ શિર પે ઘાવ કરેં તબ સાત ચરણ પીછે હટ કર વાર રે,
અને જ્યારે તે રાજમહેલમાં ચોરી કરવા ગયો ત્યારે રાણીવાસમાં રાણી એકલી જ હતી. વંકચૂલ આમ તો રાજકુમાર જ હતો. સ્વરૂપવાન, બળવાન હતો. રાણી કામવશ બની. વંકચૂલને ભોગસુખ માટે પ્રાર્થના કરી, પરંતુ વંકચૂલ પોતાના વ્રતમાં દૃઢ રહ્યો. તેણે રાણીની વાત ન માની. કથા તો લાંબી છે, પરંતુ આજે પરસ્ત્રીત્યાગી પુરુષોની સ્તુતિ જ આપણે કરવાની છે. એમનું નામસ્મરણ કરવાનું છે.
વર્તમાનકાળમાં જે કેપરસ્ત્રીત્યાગનું વ્રતપાલનઅતિમુશ્કેલ છે, છતાં પણ જે કોઈ મહાપુરુષ આ વ્રતના નિયમનું પાલન કરે છે, તો તેમની અનુમોદના કરવાની છે. या वनिता अपि यशसा साकं कुलयुगलं विदधति सुपताकम् । तासां सुचरितसंचितराकं दर्शनमपि कृतसुकृतविपाकम् ॥ ६ ॥ विनय.
જે સ્ત્રીઓ પોતાના પિયર અને સાસરિયા - બંને કુળોની કીર્તાિપતાકાને પોતાના. ગુણોથી લહેરાવે છે, તે સચ્ચરિત્રયુક્ત, પવિત્ર સ્ત્રીઓનું દર્શન પણ મહાન સુકૃતપુણ્યોદય હોય તો જ મળે છે.. સચ્ચરિત્રી સ્ત્રીઓનાં દર્શન - મહાન સુકતઃ
જેમ સ્વસ્ત્રીમાં તુષ્ટ અને પરસ્ત્રીનો ત્યાગી પુરુષ પ્રશંસનીય છે, એ રીતે સ્વપુરુષમાં સંતુષ્ટ અને પરપુરુષની ત્યાગી નારી પણ પ્રશંસનીય છે. આવી સ્ત્રીઓને મહાસતી કહેવામાં આવે છે. સંસારી હોવા છતાં પણ, કામભોગ કરતી હોવા છતાં પણ એ અભિનંદનીય છે.
આમેયસ્ત્રીપુરુષ-યુગલમાં મૈથુનની - સેક્સની વાસના વધારે પ્રબળ હોય છે. આ પ્રબળ વાસના સ્વપુરુષ-પરપુરુષનો ભેદ ભુલાવી દે છે. કામાન્ધ બનેલી સ્ત્રી કદી સ્વપુરુષમાં સંતુષ્ટ નથી રહેતી. રાજા પ્રદેશની રાણી સૂર્યકાન્તા અને રાજા ભર્તુહરિની રાણી એનાં પ્રસિદ્ધ દ્રષ્ટાંતો છે.
જે સ્ત્રી શીલવંતી હોય છે, સહનશીલ હોય છે, ઉદાર હોય છે અને મૈત્રી આદિ ભાવનાઓથી સભર હોય છે, તે પોતાના સ્વસુર પક્ષને અને પિયર પક્ષને
| ૧૯૬
શાન્તસુધારસ ભાગ ૩]