________________
इति परगुणपरिभावनसारं सफलय सततं निजमवतारम् । कुरु सुविहितगुणनिधिगुणगानं, विरचय शान्तसुधारसपानम् ॥८॥ विनय.
આ રીતે અન્યોના ગુણોનું સ્મરણ-કીર્તન-સંકીર્તન કરીને એમાં આનંદ પામવો અને એનું ચિંતન કરવું. આ પ્રકારના જીવનને સાર્થક કરવું અને સફળ બનાવવું. સુવિહિત ગુણોના નિધિના ગુણગાનની સાથે તું શાન્ત સુધારસનું પાન કર.. જીવનને સાર્થક કરો:
ગુણીજનોનાં ગુણકીર્તન કરતાં-કરતાં પ્રમોદગુણ શ્વાસ લેવા જેવું સહજ બની જશે. એનાથી તમારું હૃદય ખૂલી જશે. તમે જેટલા પ્રમાણમાં સ્નેહ, પ્રેમ, પ્રમોદ વધારે વહેવડાવશો એનાથી વધારે પ્રાપ્ત કરશો. આ નિયમ છે. પ્રેમ-પ્રમોદનો તત્કાલ પ્રતિસાદ ન મળે તો નિરાશ ન થતા. સમજી લો કે મોડા મોડા પણ એ મળવાનો છે. પ્રેમ-પ્રમોદ કદીપરાજિત નથી થતો. લેશમાત્ર શંકા વગર, સજજનોનાં ગુણકીર્તન કરતાં રહો. એનાથી તમારી અંદર ભરેલો શાન્તરસ ઊભરાઈ ઊભરાઈને બહાર આવશે. તમે શાન્તસુધાનું આસ્વાદન કરજો.
તમે અતિ નિરાશાજનક સ્થિતિમાં હો, ભગ્નોત્સાહ હો, વિષાદથી વ્યાપ્ત હો, એ સમયે પણ ગુણીજનોને યાદ કરજો. સુખીજનોને યાદ કરીને રાજી થવું. જો આ રીતે જીવન-વાદ્ય બજશે તો જીવનમાં સંવાદિતા આવશે. એક વાત યાદ રાખજો - જ્યારે જ્યારે નિરાશા ઘેરીલે ત્યારે મૌન અને નીરવતામાં ડૂબી જવું. કલ્પનાસૃષ્ટિમાં આપણા પ્રિય - ઉત્તમ પુરષોને સાકાર કરવા! એમની જોડે વાત કરવી અથવા એમનાં દર્શન કરતા રહો. જીવનને સાર્થક કરવા માટેનો આ શ્રેષ્ઠ ઉપાય છે. ગાતા રહો
धिक्कारते हो भले मुझको, मैं प्रेम दूंगा सभी को, .. भले मान मत दो मुझको, मैं तो मान दूंगा सभी को । .. भले वे मुझे ना चाहते, मैं प्रेम करता रहूँगा सर्वदा,
मुझे भले वे साथ ना दें, मैं उनको साथ दूंगा सर्वदा । પ્રમોદ ભાવના - એક સક્ઝાયઃ કુશલદીપના શિષ્ય દેવનું આ કાવ્ય છે. સુંદર રચના છે. परगुण-अमृतपान से बनें इष्ट सदैव, धर्मवंत-गुणवंत को देख दिल हर्ष सदैव । विषय कषाय विदारते, धरते जिनवरध्यान,
भाग्यवंत उस भविक के नित करते गुणगान । [૧૯૮ ક.
શાનસુધારસ ભાગ ૩]