________________
લીલાવરણાં ડોલતાં, હસતાં કૂણાં
તરણાં તણું ગાણું મુખે મારે હજો. બીજાના સુખનાં ગાણાં ગાતા રહો. જ્યારે જીવનમાં કઠોર આઘાત લાગે, ચારે કોર વિરૂપતા છવાઈ જાય, વેદના વ્યાપ્ત થઈ જાય, ચારે તરફ આગ લાગી જાય, ત્યારે પણ તમારા હૃદયમાં કોઈ અગોચર હરિત-કોમલ અને ડોલતા-નાચતા તૃણસમૂહનું ગાન ગાતા રહેવાનું છે. સૌ જીવોમાં એકાદ પણ ગુણ જુઓ, એકાદ પણ સુખ જુઓ.. ખુશીનો અનુભવ કરો.
येषां मन इह विगतविकारं, ये विदधति भुवि जगदुपकारम् । तेषां वयमुचिताचरितानां, नाम जपामो वारंवारं ॥ ३ ॥
જે મહાપુરુષોનાં મન વિકાર રહિત છે, આ જગતમાં રહીને જેઓ ઉપકાર કરે છે, એવા ઔચિત્ય-ગુણથી અલંકૃત મહાપુરુષોનાં નામ આપણે વારંવાર લઈએ છીએ.” યુધિષ્ઠિર - ઔચિત્યપાલન
જે મહાપુરુષોનાં નામ વારંવાર લેવાનો ગ્રંથકારે ઉપદેશ આપ્યો છે એવા એક મહાપુરુષ થઈ ગયા યુધિષ્ઠિર, પાંચ પાંડવોના જ્યેષ્ઠ ભ્રાતા. એમના મનમાં કૌરવો પ્રત્યે વેર-વિકાર નહતાં. પરોપકાર અને ઔચિત્યપાલનમાં અદ્વિતીય હતા. એમના જીવનનો એક પ્રસંગ સાંભળો.
એ સમયે પાંડવો વનમાં હતા. દુર્યોધન પોતાના વૈભવનું પ્રદર્શન કરવા અને પાંડવોને માનસિક પીડા પહોંચાડવા સામંત અને સૈન્ય સાથે એ વનમાં આવ્યો. એ વનમાં ચિત્રરથ ગધવનો ઉદ્યાન હતો. સરોવર હતું. દુર્યોધનના સૈનિકોએ સરોવર અને ઉદ્યાન બગાડી નાખ્યાં. ચિત્રરથ ગન્ધર્વે ક્રોધે ભરાઈને દુર્યોધનની સેનાનો નાશ કર્યો અને દુર્યોધનને કેદી બનાવી દીધો.
આ સમાચારયુધિષ્ઠરવગેરે પાંડવોને મળ્યા, ત્યારે ભીમવગેરેતોનાચવા લાગ્યા - “સારું થયું, ખૂબ સારું થયું, પરંતુ યુધિષ્ઠિર સ્વસ્થ અને ગંભીર રહ્યા. તેમણે કહ્યું: “દુર્યોધન આપણો ભાઈ છે. આ ઘડીએ તે સંકટમાં છે. આપણું યોગ્ય કર્તવ્ય તો તેને ગન્ધર્વરાજ પાસેથી મુક્ત કરાવવાનું છે. આ પરોપકાર કરવાનો સમય છે. યુધિષ્ઠિરે અર્જુનને મોકલ્યો. અર્જુને ગન્ધર્વરાજ પાસેથી દુર્યોધનને મુક્ત કરાવ્યો.
અપકારી ઉપર ઉપકાર કરનારા મહાપુરુષોનાં નામ લેવાથી, એમનો ગુણાનુવાદ કરવાથી આત્મભાવ નિર્મળ થાય છે. દુષ્ટોની દુષ્ટતાની વાતો કરવાને બદલે ઉત્તમ પુરુષોની ઉત્તમતાનાં ગાણાં ગાતા રહેવું એ સારું છે. એનાથી આપણામાં પણ ઉત્તમતા સંક્રમિત થાય છે. ૧૯ર
, શાન્તસુધારસઃ ભાગ ૩|