________________
શાલિભદ્ર મુનિ-ધન મુનિ
તમે શાલિભદ્ર મુનિની વાત જાણતા જ હશો. અપાર વૈભવ અને રૂપવતીગુણવતી સ્ત્રીઓનો ત્યાગ કરીને બંનેએ ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી હતી. દિક્ષાના બીજા દિવસે ઉપવાસનું પારણું કરીને ભગવાનની અનુજ્ઞા લઈને બંને મુનિઓ વૈભારગિરિ ઉપર ચાલ્યા ગયા હતા અને પર્વતની શિલા ઉપર સૂતાં જ અનશન વ્રત લઈ લીધું હતું અને આત્મધ્યાનમાં લીન બન્યા હતા. એ સમયે શાલિભદ્રની માતા અને તેમની ૩ર પત્નીઓ દર્શન કરવા આવી. બંને મુનિઓને પર્વત ઉપર ધ્યાનમગ્ન દશામાં જોઈને માતા અને પત્નીઓનાં મન ખિન્ન થઈ ગયાં. તે રડવા લાગ્યાં. માતાએ બોલવા ખૂબ આગ્રહ કર્યો, પરંતુ બંને મુનિઓ ધ્યાનમગ્ન જ રહ્યા.
માતાએ બોલવા ખૂબ જ આગ્રહ કર્યો છતાં ન સાંભળ્યું. શાલિભદ્ર મુનિ કાળધર્મ પામીને અનુત્તર દેવલોકમાં ઉત્પન્ન થયા, ધન્ય મુનિ મુક્તિ પામ્યા. ગજસુકુમાલ મુનિ
ગજસુકમાલ શ્રીકૃષ્ણના નાના ભાઈ હતા. માતા દેવકીના પ્રિય પુત્ર હતા. ભગવાન નેમનાથના ઉપદેશથી તેમને વૈરાગ્ય થયો અને દીક્ષા લેવા તત્પર થયા. જ્યારે તે દીક્ષા લેવા ચાલ્યા ત્યારે માતા દેવકીએ તેમને કહ્યું:
દેવકી કહે છે જાયા મોરા, સંયમે ચિત્ત સ્થાપો રે, મુજને તજીને વીરા મોરા, અવરમાત મત કીજે રે. કર્મ ખપાવી ઈરભવ વીરા, હેલો મુક્તિ વરજે રે.
ચિરંજીવો કુંવર તમે. ગજસુકુમાલ રે. દેવકી માતાએ કહ્યું: “મારા પુત્ર! હવે સંયમમાં ચિત્ત સ્થિર કરો. મારો ત્યાગ કરીને હવે તારે અન્ય માતા -નવી માતા કરવાની નથી. કર્મક્ષય કરીને આ ભવમાં તું મુક્તિ પામી જજે.' .
ગજસુકુમાલ મુનિ દીક્ષા લીધા પછી ગુરુદેવની આજ્ઞા પામીને સ્મશાનમાં જઈને કાર્યોત્સર્ગ ધ્યાનમાં ઊભા રહ્યા. બીજે દિવસે ગજસુકુમાલના સસરા ત્યાં પહોંચ્યા. તેમને અતિરોષ ઊપજ્યો: ‘મારી પુત્રીને અનાથ બનાવીને તું સાધુ બની ગયો? તેમણે મુનિના મસ્તક ઉપર અંગારા ભરી દીધા. આગ લાગી. મુનિરાજે શાન્ત સુધારસનું પાન કર્યું. અનંત વેદના સહન કરવા છતાં પણ કોઈનેય દોષ ન દીધો. તેમણે વિચાર્યું: “સસરાએ મને મોક્ષ પાઘડી બંધાવી !' કર્મક્ષય થયો. મુનિરાજે તો મુક્તિ પ્રાપ્ત કરી લીધી. આવા મુનિરાજ પ્રત્યે પ્રમોદ ભાવના ભાવીને ચિત્તને ઉલ્લસિત કરવાનું છે. [૧૫૮
શાન્તસુધારસઃ ભાગ ૩]