________________
અવંતીસુકુમાલ મુનિ
:
ગ્રંથકાર એવા મુનિવરોને ધન્યવાદ આપે છે, એમના ગુણગાન ગાય છે, એમના પ્રત્યે પ્રમોદભાવ રાખે છે કે જે પર્વતનાં શિખરો ઉપર, ગુફામાં, એકાન્ત ભયાનક વનમાં બેસીને ધર્મધ્યાનમાં લીન રહે છે. આજે તમને એવા કેટલાક મુનિવરોનાં દૃષ્ટાંતો એ દૃષ્ટિએ સંભળાવું છું.
માલવદેશમાં ઉજ્જયિની નગરી છે, ત્યાં ભદ્રા નામની સાર્થવાહી રહેતી હતી. એની પાસે ૩૨ કરોડ સ્વર્ણ રૂપિયા હતા. એક પુત્ર હતો, નામ હતું અવંતીસુકુમાલ. ૩૨ કન્યાઓ સાથે એનાં લગ્ન કરવામાં આવ્યાં હતાં. ૩૨ પત્નીઓ સાથે તે યથેચ્છ ભોગસુખ ભોગવતો હતો.
એક દિવસે એ ભદ્રા શેઠાણીને ત્યાં એ સમયના પરમજ્ઞાની અને શાસનપ્રભાવક આચાર્યશ્રી સુહસ્તિ પોતાના શિષ્યપરિવાર સાથે પધાર્યા. રાત્રિવિશ્રામ એને ત્યાં એની પટશાળામાં કર્યો. રાત્રિના સમયે એક મુનિરાજ શાસ્ત્રાધ્યયન કરી રહ્યા હતા. એમાં દેવલોકના ‘નલિનીગુલ્મ’વિમાનનું વર્ણન હતું. અવંતીસુકુમાલ એ વિમાનમાંથી જ આયુષ્ય પૂર્ણ થતાં ભદ્રા માતાના ઉદરમાં આવ્યો હતો. આજે મુનિરાજના મુખેથી એ ‘નલિનીગુલ્મ’ વિમાનનું વર્ણન સાંભળીને એને પોતાનો પૂર્વજન્મ યાદ આવી ગયો. એની કલ્પનામાં નલિનીગુલ્મ વિમાન સાકાર થઈ ગયું. એ જોયા પછી એને મનુષ્યનાં સુખ તુચ્છ-અસાર લાગ્યાં. એને ફરીથી એ દેવ વિમાનમાં જવાની પ્રબળ ભાવના જાગી.
એ ગુરુદેવની પાસે ગયો. તેણે પોતાના પૂર્વજન્મની સ્મૃતિની વાત કરી, “મારે ફરીથી ત્યાં જવું છે. મારે શું કરવું જોઈએ ગુરુદેવ !’
ગુરુદેવે કહ્યું ઃ ‘વત્સ ! ચારિત્ર ગ્રહણ કરીને, એનું પાલન કરીને તું દેવવિમાનમાં જઈ શકે છે.' અવંતીસુકુમાલે ચારિત્ર સ્વી કારી લીધું. પંચમુષ્ઠિ લોચ કર્યો; મુનિવેશ ધારણ કરી લીધો અને ગુરુદેવની આજ્ઞાથી સ્મશાનમાં જઈને કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભા રહ્યા. રાત્રિનો સમય હતો. ત્યાં એક શિયાળણી પોતાના બચ્ચાં સાથે આવી. પૂર્વજન્મનું વેર હતું અવંતીસુકુમાલની સાથે અને નવપ્રસવા હોવાથી તે અત્યંત ભૂખી હતી. તેણે મુનિ ઉપર કૂદકો માર્યો અને મુનિના શરીરને ચીરી નાખ્યું ! રુધિરની ધારા વહેવા લાગી. શિયાળણી અને એનાં બચ્ચાંઓએ માંસ ખાધું અને રુધિર પીધું. મુનિરાજ તો શુભ ધ્યાનમાં જ રહ્યા. એમનું મૃત્યુ થઈ ગયું - એ ‘નલિનીગુલ્મ’ વિમાનમાં દેવ બન્યા.
આ રીતે પર્વતની ગુર્રમાં, એકાન્ત વનમાં અને ગીચ પ્રદેશમાં જઈને ત્યાં કાયોત્સર્ગ ધ્યાનમાં ધર્મધ્યાનમાં લીન બનેલા, મહિનો, ચાર મહિના ઉપવાસ
પ્રમોદ ભાવના
૧૫૯