________________
मिथ्यादृशामप्युपकारसारं संतोषसत्यादिगुणप्रसारम् ।
वदान्यता-वैनयिकप्रकारं मार्गानुसारीत्यनुमोदयामः ॥ ५ ॥ ‘ મિથ્યાદ્રષ્ટિ લોકોમાં પણ પરોપકાર, દયા વગેરે ગુણો હોય; સંતોષ, સત્ય વગેરે ગુણોનો વિસ્તાર હોય, ઉદારતા હોય, વિનય હોય-એ તમામ માગનુસારી ગુણોની આપણે અનુમોદના-વખાણ કરીએ છીએ.” આ વાત મહોપાધ્યાયશ્રી યશોવિજયજીએ ‘અમૃતવેલીની સક્ઝાયમાં ગાયું છે
અન્યમાં પણ દયાદિક ગુણા, જેહ જિનવચન અનુસાર રે, સર્વ તે ચિત્ત અનમોદીએ, સમકિત બીજ નિરધાર રે..૨૦ પાપ નવિ તીવ્ર ભાવે કરે, જેહને નવિ ભવરાગ રે, ઉચિત સ્થિતિ જેહ સેવે સદા, તેહ અનુમોદવા લાગે રે..૨૧ થોડલો પણ ગુણ પર તણો, સાંભળી હર્ષ મન આણ રે,
દોષ લવ પણ નિજ દેખતાં, નિર્ગુણ નિજામતા જાણ રે..૨૨ કેટલી સરસ વાત કરી છે અહીં? મિથ્યાવૃષ્ટિ જીવોમાં પણ ગુણ જોવાની અને અનુમોદનાની વાત કરી છે. એ આત્માઓમાં પણ દયા, ઉપકાર, સત્ય, સંતોષ, ઉદારતા, વિનય આદિ ગુણોને જોઈને મનમાં હર્ષ થવો જોઈએ.
આમ તો વત્તાઓછા પ્રમાણમાં સર્વે જીવો પાપ તો કરે છે, પરંતુ જે જીવ તીવ્ર ભાવથી પાપ નથી કરતો અને જેના મનમાં ભવરાગ સંસાર-આસક્તિ ન હોય તથા જે સર્વત્ર ઉચિત કર્તવ્યોનું પાલન કરતો હોય એની અનુમોદના કરતા રહો.
બીજાંમાં રહેલો નાનકડો પણ ગુણ જોઈને, સાંભળીને હર્ષિત બનો. આનંદિત બનો. પોતાનો નાનકડો દોષ-પાપ જોઈને એને દૂર કરવા પ્રયત્ન કરો. પોતાના આત્માને નિર્ગુણ માનો. , પાર્શ્વગાયક મુકેશનો પરોપકારઃ
આજે હું તમને એવા ગુણવાન વ્યક્તિઓના ગુણ - વિશિષ્ટ ગુણ બતાવી શકે છે જૈનધર્મી ન હતા. પરંતુ જૈનધર્મ જે ગુણોને મહત્ત્વ આપે છે એવા ગુણોથી તેઓ અલંકૃત હતા.
એક નાની બાળકી ભારતીય સિનેગૃષ્ટિના પ્રસિદ્ધ ગાયક મુકેશને પ્રત્યક્ષ સાંભળવા માગતી હતી. એ બાળકી મૃત્યુશધ્યા પર હતી. બીમારીને કારણે તે અત્યંત બેચેન રહેતી હતી. એ પોતાની માતાને કહેતી હતીઃ “મા, મને મુકેશજીનો અવાજ ખૂબ પસંદ છે, પ્રિયંછે. જો તે અહીં આવે અને મારી સામે જો તે ગીત ગાશે, તો હું સારી થઈ જઈશ.”
પ્રમોદ ભાવના
૧૭૯