________________
પાડોશમાં એક વૃદ્ધનું મૃત્યુ થઈ ગયું. ગામના અનેક લોકો એકત્ર થયા અને બધા રડવા લાગ્યા. એમાંથી કેટલાકે કહ્યું: “ભાઈ ! રડો છો શા માટે? આત્મા તો અમર છે!' તે વખતે કોઈકે સંસારની નશ્વરતાનું વર્ણન કર્યું. આ રીતે કહેવામાંસાંભળવામાં વાત પૂરી થઈ ગઈ.
હવે બીજી વાર ગામમાં મૃત્યુ થયું. આ વખતે આત્માને અમર બતાવનારને ઘેર મરણ થયું હતું. આ જ રીતે ગામના લોકો એકઠા થઈને રોવા લાગ્યા અને વાત ફરીથી દોહરાવા લાગી કે - આત્મા અમર છે, શરીર નાશવંત છે, ત્યારે તેમાંથી કોઈ સમજદાર આદમીએ કહ્યું - જ્યારે તમે બધા જાણો છો કે આત્મા અમર છે, સંસાર નશ્વર છે, તો પછી રડો છો શા માટે ?' બીજા લોકો બોલ્યા - અમને તો માત્ર એટલી જ ખબર છે કે આ વાતો કોઈના મરણપ્રસંગે કહેવામાં આવે છે. અમે તો આ રીતે એકબીજાનો વ્યવહાર પાર પાડીએ છીએ.
સમજુ આદમીને ખબર પડી ગઈ કે પોપટિયું જ્ઞાન કેટલું બેકાર હોય છે! એ રીતે શીલવાનોની પ્રશંસા, માત્ર વ્યાવહારિક પ્રદર્શનમાત્ર ન બની જવી જોઈએ. ‘શીલ’ એક મહાન ગુણ છે. જે સ્ત્રી-પુરુષમાં એ હોય છે, એ અનુમોદનીય જ છે. ગુણપ્રમોદની સાથે સાથે દોષાનુવાદ ન હોવો જોઈએ. શીલધર્મની પ્રશંસા તીર્થંકર દેવોએ પણ કરી છે. શીલવંતો પ્રત્યે પ્રમોદભાવ રાખવાનો છે. વર્તમાનકાળ અતિ વિષમ છે. આ કાળમાં શીલધર્મની રક્ષા કરનાર અવશ્ય ધન્યવાદને પાત્ર છે. . તપધર્મની અનુમોદના કરોઃ
જે રીતે દાનધર્મની અને શીલધર્મની અનુમોદના કરવાની છે, એ રીતે દાન આપનાર પ્રત્યે અને શીલપાલન કરનારાઓ પ્રત્યે પ્રમોદભાવ - પ્રશંસાનો ભાવ રાખવાનો છે. એ જ રીતે તપધર્મ કરનારાઓ પ્રત્યે પણ પ્રમોદભાવ રાખવાનો છે. જેઓ જ્ઞાનપૂર્વક તપધર્મની આરાધના કરે છે, તેમની મુક્તમને પ્રશંસા કરતા રહો. તપ કરનારાઓ માટે બ્રહ્મચર્યનું પાલન અને જિનપૂજા અવશ્ય કરવાનાં હોય છે. નિરાશસભાવથી, પ્રસિદ્ધિની કામના વગર કરવામાં આવેલું તપ દોષમુક્તિ અને કર્મમુક્તિ અપાવે છે.
મહાન અકબર બાદશાહને આચાર્યદિવશ્રી હીરસૂરિજીના પરિચયમાં લાવનાર ચંપા શ્રાવિકાનો વૃત્તાંત તમે જાણો છો. ચંપા શ્રાવિકાએ દિલ્હીમાં છ માસના ઉપવાસ કર્યા હતા. જ્યારે ઉપવાસ પૂરા થવા આવ્યા ત્યારે તેની તપશ્ચર્યાનું ગૌરવ કરવા માટે દિલ્હીના જૈનોએ ચંપા શ્રાવિકાની શોભાયાત્રા કાઢી હતી ત્યારે અકબરને ખબર પડી કે ચંપાએ માસનાં દિન-રાતનાં રોજાં રાખ્યાં હતાં! એ ચંપાને મળ્યો, નતમસ્તક થઈ ગયો. ચંપાએ કહ્યું “આ શક્તિ મને મારા ગુરુદેવ પાસેથી પ્રાપ્ત થઈ છે. અકબરે પૂછ્યું “કોણ છે તારા ગુરુદેવ ?' ૧૭૨
શાન્તસુધારસ ભાગ ૩]