________________
સમજી શકે છે.
(૧૧) ત્રીજો અતિશય પૂજાતિશય’ હોય છે. તીર્થંકર ત્રણે લોકમાં પૂજનીય હોય છે. દેવ-દેવેન્દ્ર, મનુષ્ય-માનવેન્દ્ર, સૌ તીર્થંકરના ભક્ત હોય છે.
(૧૨) ચોથો અતિશય ‘અપાયાપગમ’ હોય છે, તીર્થંકર જે પ્રદેશમાં હોય છે, જે જે પ્રદેશમાંથી પસાર થાય છે, ત્યાં કોઈ પણ જીવને કોઈ પણ પ્રકારનો રોગ થતો નથી. અપાયોનો-અપગમનો નાશ થઈ જાય છે.
આ ૮ + ૪ = ૧૨ ગુણોનું વારંવાર અહોભાવથી સ્મરણ કરવું જોઈએ. આ એમનું તીર્થંકરત્વ છે, અર્હત્વ છે. વારંવાર એની ભાવપૂર્વક અનુમોદના કરવી એ ‘પ્રમોદ ભાવના’ છે.
પ્રમોદ ભાવનાથી જીભને પવિત્ર કરો ઃ
કદાચ તમે લોકો તમારી જીભનું જેટલું સમજવું જોઈએ એટલું મહત્ત્વ સમજતા નહીં હો. એટલા માટે જીભનો જેટલો સદુપયોગ કરવો જોઈએ એટલો નહીં કરતા હો. પરમાત્માના ગુણ ગાવાથી, પરમાત્માનાં ગીત ગાવાથી, ૫રમાત્માનાં વચન બોલવાથી જીભનો સદુપયોગ થાય છે. જીભ પવિત્ર બને છે. પુણ્યકર્મ બાંધે છે. પવિત્ર જીભ સૌભાગ્ય અને યશ વધારે છે અને પરમાત્માનો પક્ષ લેનાર એક દિવસે પરમાત્માની જ્યોતમાં લીન બની જાય છે.
પરમાત્માનાં અનેક સ્તોત્રો છે - સંસ્કૃત ભાષામાં, પ્રાકૃત ભાષામાં, હિન્દી અને ગુજરાતી ભાષામાં પણ. હજારો સ્તવનો છે પ૨માત્માના ગુણગાન કરવા માટે. તમે ગાતા રહો, ઘરમાં ગાઓ, મંદિરમાં પણ ગાઓ.
ફાલતું ગપસપ છોડી દો
જ્યાં સુધી તમને ફાલતું ગપસપ કરવામાં મજા આવે છે, પારકી પંચાયત કરવામાં મજા પડે છે, ત્યાં સુધી તમે પરમાત્માના ગુણોનું ગાન નહીં કરી શકો. આદત પડી ગઈ છે ને ? આ આદત છોડી દેવી પડશે. ફાલતું ગપસપ કરવાથી : આપણી મૂલ્યવાન જીભનો દુરુપયોગ થાય છે.
બીજાંની નિંદા કરવાનું મોટું પાપ થાય છે. કોઈની સાથે શત્રુતા થાય છે. જૂઠ્ઠું બોલાઈ જાય છે.
કોઈને કોઈ મદ-અભિર્માન થઈ જાય છે. સ્વપ્રશંસા થઈ જાય છે.
પ્રમોદ ભાવના
૧૫૫