________________
ભાવનાનું ચિંતન, ત્રીજી અનુપ્રેક્ષા છે - એકત્વ ભાવનાનું ચિંતન અને ચોથી અનુપ્રેક્ષા છે - સંસાર ભાવનાનું ચિંતન. દિનપ્રતિદિન આ ચારે ભાવનાઓનું ચિંતન કરતાં કરતાં ધર્મધ્યાન સ્થિર થાય છે. ધર્મધ્યાનના ચાર પ્રકારોઃ
(૧) આજ્ઞા વિચય (૨) અપાય વિચય (૩) વિપાક વિચય અને (૪) સંસ્થાન વિચય. હવે ક્રમશઃ આ ચારેયને સમજાવું છું.
આજ્ઞા વિચયઃ “આપ્તપુરુષનું વચન જ પ્રવચન છે આ આજ્ઞા છે. એ આજ્ઞાના અર્થનો નિર્ણય - એને કહે છે વિચય.”
અપાય વિચયઃ મિથ્યાત્વ વગેરે આસવોમાં સ્ત્રીકથા વગેરે વિકથાઓમાં રસઋદ્ધિ- શાતાગારવમાં, ક્રોધાદિ કષાયોમાં પરિસહાદિન સહવામાં આત્માની દુર્દશા છે, નુકસાન છે, એવું ચિંતન કરીને એવો વૃઢ નિર્ણય હૃદયમાં સ્થાપિત કરવાનો છે.
વિપાક વિચય : અશુભ અને શુભ કર્મોનો વિપાક (પરિણામ) ચિંતવીને પાપકર્મથી દુઃખ અને પુણ્યથી સુખ એવો નિર્ણય કરવો.
સંસ્થાન વિચય : પદ્રવ્ય, ઊર્ધ્વલોક-અધોલોક, મધ્યલોકનાં ક્ષેત્રો, ચૌદ રાજલોકની આકૃતિ વગેરેનું ચિંતન-મનન કરીને વિશ્વની વ્યવસ્થાનો નિર્ણય કરવો. ઘર્મધ્યાનનું અનુસંધાન મથ્યાદિ ભાવનાઓથી
ગ્રંથકાર ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે કે જો તમારે તમારું મન ધર્મધ્યાનમાં લગાડવું હોય, ધર્મધ્યાનમાં લીન કરવું હોય તો મૈત્રી, પ્રમોદ કરુણા અને માધ્યચ્ય ભાવનાઓ ભાવતા રહો. આ ચારેય ભાવનાઓથી આત્માને રંગી દો. આ ભાવનાઓથી જ્યારે ધર્મધ્યાન ઓતપ્રોત થઈ જશે ત્યારે એ ધર્મધ્યાન આત્મપુષ્ટિ માટે રસાયણ બની જશે. અમોઘ રસાયણ સાબિત થશે. પરંતુ એવું ધર્મધ્યાન ગમે તે મનુષ્ય નથી કરી શકતો. ધર્મધ્યાની યોગ્યતાવાળો જોઈએ. ધર્મધ્યાની કેવો હોવો જોઈએ?
ધર્મધ્યાન કરનારો મનુષ્ય કેવો હોવો જોઈએ, એ વિષયમાં “શ્રી આવશ્યકસૂત્રમાં આ રીતે બતાવવામાં આવ્યું છેઃ બિન સાઇ વિરા–સંસા-વાય-લા–સંપનો
सुअ-शील-संजमरओ धम्मज्झाणी मुणेयव्यो ॥ ધર્મધ્યાની પુરુષ (૧) શ્રી જિનેશ્વરદેવના ગુણોનું કીર્તન અને એમની પ્રશંસા કરનારો હોવો જોઈએ. (૨) નિગ્રંથ મુનિજનોના ગુણોનું કીર્તન અને એમની પ્રશંસા કરનારો હોવો જોઈએ. (૩) શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ કરવામાં સદૈવ રત, પ્રાપ્ત [ પૈત્રી ભાવના
૧૦૫]