________________
सद्धर्मध्यानसंधानहेतवः श्री जिनेश्वरैः । मैत्रीप्रभृतयः प्रोक्ताश्चतस्रो भावनाः पराः ॥ १ ॥ मैत्रीप्रमोदकारुण्य-माध्यस्थ्यानि नियोजयेत् । धर्मध्यानमुपस्कर्तु, तद्धि तस्य रसायनम् ॥ २ ॥ मैत्रीपरेषां हितचिन्तनं यद् भवेत्प्रमोदोगुणपक्षपातः । कारुण्यमार्ताङ्गिरुजां जिहीर्चेत्युपेक्षणं दुष्टधियामुपेक्षा ॥३॥ મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ - આ ચારે ભાવનાઓની પ્રસ્તાવના કરતાં ગ્રંથકાર ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી કહે છે: - તીર્થકર ભગવંતોએ મૈત્રી વગેરે ચાર સુંદર ભાવનાઓ ધર્મધ્યાનનું અનુસંધાન
કરવા માટે નિદર્શિત કરી છે. – “મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યચ્ય - આ ચારે ભાવનાઓને ધર્મધ્યાનની પ્રસ્તુતિ માટે નિયોજિત કરવી જોઈએ. કારણ કે ભાવનાનો પુટ પામીને જ
ધર્મધ્યાન રસાયણ બને છે.” - મૈત્રીનો અર્થ છે બીજાંના હિતની ચિંતા. પ્રમોદનો અર્થ છે ગુણ પ્રત્યે આદર -
અહોભાવ. કરુણાનો અર્થ છે દુખી જીવોના દુઃખ દૂર કરવાની ભાવના અને ઉપેક્ષા (માધ્યય્ય)નો અર્થ છે દુષ્ટ બુદ્ધિવાળા જીવો પ્રત્યે સમભાવ -
ઉદાસીનભાવ. ચારે ભાવનાઓની પ્રસ્તાવના:
આત્મતત્ત્વનું નૈકટ્ય પ્રાપ્ત કરવા માટે ધર્મધ્યાન અપેક્ષિત છે અને ધર્મધ્યાનની પવિત્ર ધારા આત્મામાં વહેતી રાખવા માટે આ ચારે ભાવનાઓ બતાવવામાં આવી . છે. મૈત્રી વગેરે આ ચાર ભાવનાઓનો પ્રતિદિન ધર્મધ્યાનને પુટ મળવાથી, ભાવનાઓને વારંવાર ધર્મધ્યાનમાં ભેળવવાથી ધર્મધ્યાન રસાયણ-સિદ્ધ રસાયણ બની જાય છે. રસાયણ આત્માને પરિપુષ્ટ કરે છે. તમારા મનને લગાતાર ધર્મધ્યાનમાં જોડલું રાખવાનું છે, એટલે કે n જિનાજ્ઞાનું ચિંતન - પાપાચરણનાં કટુ પરિણામોનો વિચાર
શુભાશુભ કર્મોના વિપાકનું ચિંતન અને . સમગ્ર રાજલોકમાં રહેલી જીવસૃષ્ટિનું અલગ-અલગ દ્રષ્ટિકોણથી ચિંતન કરવું જોઈએ. મૈત્રી ભાવના |
" T૧૦૩]