________________
વાત કરતાં એ કહે છે કે તે જ્યારે પોતાની માતાના પેટમાં હતો ત્યારે હાથીએ એને રસ્તા ઉપર પછાડી દીધી હતી. માતા મરીન ગઈ, પરંતુ પેટમાં જે બાળક હતું તેનું મુખ આવું - હાથી જેવું વિચિત્ર બની ગયું.
ડૉક્ટરને એણે કહ્યું મારા મુખને કારણે લોકો મને સતાવવા લાગ્યા, લોકોને આનંદ આવતો હતો. પરિણામસ્વરૂપ હું બોલતો બંધ થઈ ગયો. મારી ક્રિયાઓ પણ વિચિત્ર બનવા લાગી. લોકો મને વધારે સતાવવા લાગ્યા.
પરંતુ ડૉક્ટરના હૃદયમાં એને સ્વસ્થ-સુખી બનાવવાની ભાવના જાગી. એણે પ્રેમથી એ મનુષ્યને મનુષ્યના રૂપમાં માની લીધો, એને બોલતો કર્યો અને એનો તમામ વ્યવહાર મનુષ્ય જેવો નોર્મલ થઈ ગયો. માનસિક રીતે તે પૂર્ણતયા સ્વસ્થ બની ગયો. ડૉક્ટરને કેટલો આનંદ અને સંતોષ થયો હશે?
સર્વ જીવોને સુખી કરવાની ભાવના ભાવતાં જ્યારે પણ કોઈ પણ જીવને દુઃખમાંથી મુક્ત કરવાનો, સુખ આપવાનો સમય સામે આવે ત્યારે પ્રાણ આપીને પણ સુખ આપવું જોઈએ. બચપણમાં એક ઉપનયકથા સાંભળી હતી. પક્ષી જેવા પક્ષીમાં પણ બીજાંનાં દુઃખ દૂર કરવાની અને સુખ આપવાની કેવી પ્રબળ ભાવના હોય છે, એ વાત આ કથામાં બતાવવામાં આવી છે. એક ગીધ પક્ષી - એક રાજાઃ
એક રાજા અને એક સંન્યાસી એક ભયંકર જંગલમાં પહોંચી ગયા. સંન્યાસીએ કહ્યું “આજની રાત અહીં આ વિશાળ વૃક્ષની નીચે જ રોકાઈ જઈએ. સવારે આગળ વધીશું.' રાજાને તીવ્ર ભૂખ લાગી હતી. પરંતુ રાત્રિના અંધકારમાં એ જંગલમાં શું કરી શકે? આ બાજુ ઠંડી હવા પણ જોરથી ચાલતી હતી.
સંન્યાસીએ કહ્યું “રાજનું! તને ખૂબ ઠંડી લાગતી હશે, પરંતુ જંગલમાં કયાંયે આગ મળશે નહીં. એટલે ઠંડી સહન કર્યા સિવાય અન્ય કોઈ માર્ગ નથી.'
રાજાએ કહ્યું: ‘તમારી વાત સાચી છે, પરંતુ એક રાતનો તો સવાલ છે. રાત પૂરી થઈ જશે.' સંન્યાસી અને રાજાએ ત્યાં આરામ કર્યો.
વૃક્ષની ઉપર પોતાના માળામાં એકગીધ પક્ષી પોતાની પત્ની અને બચ્ચાં સાથે રહેતું હતું. ગીધની પત્નીએ રાજા અને સંન્યાસીની વાત સાંભળી, તેણીએ ગીધને કહ્યું : “આપણા મહેમાનને સખત ભૂખ લાગી છે. રાજાને ભૂખ અને ઠંડી સહન કરવાની આદત હોતી નથી. એ પરેશાન થઈ રહ્યો છે. આપણે અહીં માળામાં સૂઈ જઈએ એ યોગ્ય નથી. તમે ગમે ત્યાંથી મહેમાન માટે આગની વ્યવસ્થા કરો.”
ગીધે કહ્યું: ‘તારી વાત સાચી છે. અત્યારે હું ગમે ત્યાંથી આગ લઈ આવું છું.”
મૈત્રી ભાવના
:
[૧૧૭]