________________
જ પીએ છે, એમને પથ્થરની શિલાઓ ઉપર પણ ગહન નિદ્રા આવે છે. એ જાગે ત્યારે તેમની પ્રફુલ્લિતતા ઈષ્યનું કારણ બની જાય છે. આત્મસંતોષ અને ગુણસમૂહ એમની સ્વાભાવિક સંપત્તિ હોય છે.'
આ દેવીની વાતોમાં હરક્યુલિસને પોતાનું સમાધાન જણાતું હતું. દેવીના માતૃત્વ અને વાત્સલ્યભર્યા કથનની નિર્મળતામાં ઉદ્વિગ્નતા, પરેશાની અને દ્વિધા દૂર થઈ જતી લાગતી હતી.
એણે બીજી દેવીને તેનું નામ પૂછ્યું. દેવીએ કહ્યું: “લોકો મને આનંદની દેવી
કહે છે.”
દેવીના એ ઉત્તરથી હરક્યુલિસને એનો જીવનમાર્ગ મળી ગયો. તેણે આનંદની દેવીનું અનુગમન કર્યું. અનેક સત્કાર્યો કરીને તે સંસારમાં અમર બની ગયો. આજે પણ યૂનાનમાં માન્યતા છે કે હરક્યુલિસ ઉપર દેવતાઓની પરમ કૃપા હતી. આજે પણ અસાધ્ય-શ્રમસાધ્ય કાર્યને હરક્યુલિસ ટાસ્ક' કહેવામાં આવે છે. એનામાં ગુણસમૂહ હતો, એ સમતાશીલ હતો, એટલા માટે તેણે અનેક સત્કાર્યો કર્યા હતાં, કલહાદિ એનાથી સો યોજન દૂર રહેતાં હતાં. આજે બસ આટલું કહીને પ્રવચન સમાપ્ત કરું છું. એક ગીત આપણે સૌ સાથે ગાઈશું. મૈત્રી ભાવના - એક ગીતઃ - મો યહ પ્રાર્થના કરી,
भरो मैत्री प्रभो ! मुझ में, भरी शत्रुता मुझ में, मिटा दो उसे भगवन, इतना ही चाहूँ मैं, मिटा दो, मिटा दो उसे भगवन्...१ उछलता क्रोध भीतरमें, उबलता क्रोध भीतर में, प्रभो ! समता मुझे देना, सहज सहना भीतर में...२ अहो यह प्रेम भीतर का फलीभूत हो जीवन में, प्रभो ! शक्ति मुझे देना, करूँ मैत्री सभी जन से...३ कभी ना तिरस्कारूँ, जगत के रंक लोगों को, सदा मानें कि कर्मवश हैं, सभी जीव दुनिया में..४ निरर्थक क्षुद्र बातों में, कभी उलझ नहीं, देव ! स्वजन हो सभी जीव, दुश्मन न हो दुनिया में...५ करना नहीं झगडा किसी से, रहे सर्वदा समता,
सभी प्राणी सुख पाये, शाश्वत गुणनिधि पाये...६ । આજે બસ, આટલું જ. [, મૈત્રી ભાવના
[૧૩૭]