________________
પરિસ્થિતિના રૂપમાં છે. એ માતાના પ્રોત્સાહનનું આ ફળ છે કે હું એટલો નીચ બન્યો અને મૃત્યુદંડનો ભાગીદાર થયો.’ આનંદની દેવી
:
આજે હું તમને યૂનાનના હરક્યૂલિસની એક કથા - જે ઉપનયયુક્ત છે એ સંભળાવું છું. એ દિવસોમાં એ ઠીકઠીક અસમંજસમાં હતો. એની સમજમાં આવતું ન હતું કે જીવન માટે કયા માર્ગને પસંદ કરવો ? એના મિત્રો, સંબંધીઓ, કુટુંબીઓ બધા જ પોતાની ચતુરાઈથી ભરપૂર ઐશ્વર્ય-વિલાસનો ઉપભોગ કરી રહ્યા હતા. સુખભોગમાં નિમગ્ન સૌની સલાહ હતી કે એ પણ એ માર્ગનું જ અનુસરણ કરે કે જેના ઉપર એ બધાં ચાલતાં હતાં. મિત્રોએ સલાહ આપી : ‘તુ યુવાન છે. તારામાં ભરપૂર સાહસ છે. શારીરિક દૃષ્ટિથી પણ તું દેવકુમાર લાગે છે. યૂનાનની સુંદરીઓમાં પણ તારા વિશે અનેક લોકવાયકાઓ છે. એ બધી જ તને વરવા ઇચ્છે છે. તારી પાસે પૂર્વજોની અપાર સંપત્તિ છે. યશ, સન્માન અને વૈભવવિલાસ ભર્યા ભર્યા જીવનનો ભરપૂર ઉપયોગ કર.’
પરંતુ કોણ જાણે કેમ, એને આ બધાંની સલાહ પસંદ ન આવી. એનું મન કોઈક અજાણ્યા ભયથી કંપી ઊઠ્યું. એને લાગતું હતું કે સૌના દ્વારા બતાવવામાં આવેલો માર્ગ જીવનને નષ્ટ કરી દેનારો માર્ગ છે. માનવજીવન સુખભોગથી ઊંચેરું છે. પરંતુ કેમ એ એની સમજમાં આવતું ન હતું. એક અણઉકલ્યો કોયડો એની સામે હતો; જેનો ઉકેલ એ શોધતો હતો, પણ કોઈ માર્ગ એને મળતો ન હતો. ઉદ્વેગ, પરેશાની અને ઊંડા અસમંજસની આ મનોદશામાં એ ઘર છોડીને એકાન્તમાં ચાલ્યો ગયો. એકાન્તમાં તે દૈવી તત્ત્વોની આરાધનામાં તલ્લીન થઈ ગયો.
સુખની દેવી પ્રસન્ન ઃ
દિવસો વીતતાં તલ્લીનતા પણ વધી ગઈ. એક રાત્રે તેની સામે બે જ્યોતિપુંજ પ્રકટ થયા, જે થોડીક જ ક્ષણોમાં બે દેવીઓમાં બદલાઈ ગયા. બંને દેવીઓ એકએકથી ચડિયાતી સુંદર હતી. જ્યોતિર્મય હતી. બંને એક બીજીને પાછળ ધકેલતી આગળ આવી અને કહેવા લાગી. પહેલી દેવી બોલી : 'તું કઈ દુશ્ચિંતામાં પડ્યો છે ? તું મારું અનુસરણ કર. હું તને સંસારની તમામ ચિંતાઓથી મુક્ત કરીશ. હું તને એશ-આરામની દુનિયામાં લઈ જઈશ, જ્યાં કોઈ વસ્તુની કમી નહીં હોય. ખાવા માટે એક-એકથી ચડિયાતા વ્યંજનો હશે. પહેરવા અસાધારણ વસ્ત્રાલંકારો હશે. રહેવા ભવ્ય મહેલ હશે. સૂવા માટે મખમલ ગાદી અને રત્નજડિત પલંગ હશે. મહેલની ચારે બાજુ સુંદર બાગબગીચા હશે. વાતાવરણ સુંદર-સુગંધિત અને લોભાવનારું હશે. તું મારું અનુસરણ કર. હું તને સાંસારિક દુઃખદારિદ્રયથી મુક્ત રાખીશ.’
મૈત્રી ભાવના
૧૩૫