________________
દેવીની સલાહ ઉપર હરક્યૂલિસ ધીરેથી મલકી ઊઠ્યો. આ એ જ સલાહ હતી કે જે એના મિત્રો, કુટુંબીઓ એને આપતાં હતાં. થોડીક વાર ચુપ રહીને તેણે એ દેવીને એનું નામ પૂછ્યું. દેવીએ કહ્યું ઃ “ઐશ્વર્યના અભિલાષી તો મને ‘સુખની દેવી’ કહે છે. પરંતુ કેટલાક માથાના ફરેલા દાર્શનિકો અને કંગાલ ફકીરો મને વિલાસની દેવી” કહે છે.”
આનંદની દેવી પ્રસન્ન
એટલામાં બીજી દેવી પણ આવી. તેના જ્યોતિર્મય સૌન્દર્યમાં માતૃત્વનો પ્રકાશ ઝળકી રહ્યો હતો. વાત્સલ્ય અને પોતાપણાથી સભર સ્વરમાં તેણે એને કહ્યું ઃ ‘બેટા, હું જાણું છું કે તું જીવનના એક મહત્ત્વપૂર્ણ વળાંક ઉપર ઊભો છે અને પોતાને માટે રસ્તો શોધી રહ્યો છે. તું મારું અનુસરણ કર. હું તને જીવનની સાચી અને આધ્યાત્મિક આનંદની દુનિયામાં લઈ જાઉં છું.' આ પછી પહેલી દેવીએ કહ્યું : ‘સાવધાન યુવક ! આ દેવીની મધુર વાતોમાં ફસાઈ ન જતો. એનો માર્ગ અત્યંત દુર્ગમ અને સુદીર્ઘ છે. મુશ્કેલીઓ અને પડકારોથી ભર્યોભર્યો છે. એની અપેક્ષાએ મારો માર્ગ અત્યંત સરળ અને ટૂંકો છે.’
બીજી દેવીએ કહ્યું : ‘બેટા હરક્યુલિસ !' બીજી દેવીએ તેને નામથી સંબોધિત કર્યો. પ્રેમપૂર્ણ શબ્દોમાં એ કહી રહી હતી : ‘વાસ્તવિક સુખ માટે સંસારનો કોઈ માર્ગ નાનો યા મોટો હોતો નથી કે ન તો સરળ હોય છે. પીડા વગર અને સરળતાથી મળનારી વસ્તુનું મૂલ્ય નથી હોતું. વાસ્તવિક સુખ અને આનંદની કીમત દુનિયામાં નિશ્ચિત છે.’
મનુષ્યે પરિશ્રમ, કષ્ટ, સહિષ્ણુતાના રૂપમાં કીમત ચૂકવવી પડે છે. જે કોઈ ક્ષેત્રમાં તું ઉન્નતિ કરવા ઇચ્છતો હોય, એમાં તારે સજ્જનતાથી, ઇમાનદારીથી પ્રાણપૂર્વક જોડાવું પડશે. તારા માર્ગમાં મુશ્કેલીઓ આવશે, અડચણો પણ આવશે. પરંતુ તારે ધૈર્ય અને સાહસથી સૌનો મુકાબલો કરવો પડશે. વાસ્તવિક સુખ હું તને એ શરતે પ્રાપ્ત કરાવી શકું.'
‘હરક્યૂલિસ ! તું કયું સુખ પામવા ઇચ્છે છે ? ભૂખ વગર ભોજન, તૃષા વગર પાણી, થાક્યા વગર આરામ, નિદ્રા વગર સૂવાનું અને ઇચ્છા વગરના ભોગ - આ બધાથી શું સુખની અનુભૂતિ કરી શકીશ ? તારી યુવાપેઢી સુખના સ્વપ્નમાં બેઠાબેઠમાં આયુષ્ય વિતાવી દે છે. તે પરિશ્રમ વગર, કટ વગર બધું પ્રાપ્ત કરવા માગે છે; પરંતુ શું મળે છે ? વિફળતા, નિરાશા, હતાશા, પીડા અને યાતના ! હું સજ્જનોની પરમ મિત્ર, સાચા મિત્રોની સહયોગિની, અધિષ્ઠાત્રી અને રક્ષા કરનારી છું. મારા અનુયાયીઓના ભોજન સમારંભો-નિમંત્રણો ખર્ચાળ નથી હોતાં, પરંતુ સ્વાદિષ્ટ હોય છે. કારણ કે તે ભૂખ લાગતાં જ ખાય છે. પાણી પણ તરસ લાગતાં શાન્તસુધારસ : ભાગ ૩
૧૩૬