________________
નાખી દેવો જોઈએ. ખરાબ લોકોની દુષ્ટતા એની સાથે ટકરાઈને એ રીતે નિષ્ફળ થઈ જાય છે, જેમ ગેંડાની ઢાલ ઉપર અથડાયેલી તલવાર નિષ્ફળ જાય છે. વિવેકશીલતા અને આત્મગૌરવનું ધ્યાન રાખતાં સર્વ દુષ્પ્રભાવોને નિરસ્ત કરતા રહેવું જોઈએ. તમારી સત્પ્રવૃત્તિઓને વિકસિત કરતા રહો અને સાથે સાથે દુષ્પ્રવૃત્તિઓથી આત્મરક્ષા કરવામાં પણ સમર્થ બનો.
સજ્જનતાનાં બે દૃષ્ટાંતો
એક શેઠનો નોકર બેપરવા અને કામચોર હતો. ઘરના લોકો કહેતાઃ ‘આને કાઢી મૂકવો જોઈએ.’ શેઠની પત્નીએ કહ્યું : “એને કાઢી ન મૂકીએ, સુધારીએ.’
બીજે દિવસે ગરમ પાણી અને નાહવાનો રૂમાલ લઈને ઉપસ્થિત થઈ અને નોકરને જગાડતાં શેઠાણી બોલી : 'સ્નાન કરી લો, ત્યાં સુધીમાં તો હું ચા બનાવીને લાવું છું.' નોકર તો પાણી પાણી થઈ ગયો. શેઠાણીની આ સજ્જનતાને જોઈને એ બીજે દિવસથી બધાં કામ સમયસર કરવા લાગ્યો, એને કાઢી મૂકવાનો પ્રશ્ન ન આવ્યો. પછી તો તે ઘરના સભ્ય જેવો જ થઈ ગયો.
- સંત તુકારામની પત્ની અતિ કર્કશ સ્વભાવની હતી. એક વાર એને માટે કોઈ ખેડૂતે શેરડીનો ભારો મોકલ્યો. રસ્તામાં જે કોઈ સંબંધીનાં બાળકો મળ્યાં તેમને તુકારામે એક-એક કરીને બધી શેરડી આપી દીધી. ઘર માટે એક શેરડી બચી, એ તેમણે પત્નીને આપી દીધી. પત્ની શેરડીની રાહ જોતી હતી. એક જ શેરડી મળતાં તેણે કારણ પૂછ્યું. તુકારામે કહ્યું, તો તે ખૂબ ક્રોધિત થઈ અને એ શેરડીનો સાંઠો તેણે તુકારામની પીઠ પર એટલા જોરથી માર્યો કે તે તૂટીને બે ટુકડા થઈ ગયા. તુકારામને જોરથી વાગેલું, આટલું બન્યું છતાં સંતનું મન સંતુલન ખોઈ ન બેઠું. ઊલટાનું મારનાર હાથની પ્રશંસા કરવા લાગ્યા - હાથ કેવા સાધેલા છે કે શેરડી બરાબર મધ્યમાંથી જ તૂટી. શેરડીના ટુકડાનો સારો નરમ ભાગ પત્નીને આપ્યો અને કઠણ ભાગ પોતે લઈ લીધો. ન ક્રોધ કર્યો, ન ઠપકો આપ્યો. દુર્જનતાનાં બીજ વાવવાથી
સિંધુરાજના રાજ્યમાં ‘બકમુઆર’ નામનો એક ભયંકર દસ્યુ થઈ ગયો. એણે યુવાવસ્થાનાં ૨૦ વર્ષોમાં હજારોની કતલ કરી અનેપ્રચુર સંપત્તિ લૂંટી, પકડાઈ જતાં એને મૃત્યુદંડ મળ્યો.
એ સમયે એને એનાં સંબંધી મળવા ગયાં; તેણે તેની માતાને મળવાનો ઇન્કાર કર્યો. કારણ પૂછતાં તેણે કહ્યું : ‘બચપણમાં મેં એક સુવર્ણમુદ્રા ચોરી હતી અને મારી માતાને આપી દીધી હતી ત્યારે તેણે મારી હોશિયારીની પ્રશંસા કરી હતી એટલું જ નહીં, મને પ્રેમથી પુરસ્કાર પણ આપ્યો હતો. એ દિવસથી બદલાયેલું જીવન આ
૧૩૪
શાન્તસુધારસ : ભાગ ૩