________________
એ વાક્યને એણે છેકી દીધું. કેટલાક દિવસો પછી એક મુસ્લિમ સંત રાબિયાની ઝૂંપડીમાં આવ્યા અને રોકાયા. એમણે વાંચવા પવિત્ર પુસ્તક માગ્યું. રાબિયાએ આપ્યું. વાંચતાં-વાંચતાં તેમણે જોયું કે એક વાક્ય છેકી નાખવામાં આવ્યું છે. તેમણે પૂછ્યું : ‘આ વાક્ય કોણે છેક્યું છે ?’ રાબિયાએ કહ્યું ઃ મેં છેક્યું છે, કારણ કે એ વાક્ય આપણને શેતાનનો તિરસ્કાર કરવાની વાત કરે છે, હું તો સર્વ જીવોને મિત્ર માનું છું. શેતાન પણ મિત્ર છે. હું એનો તિરસ્કાર કરી ન શકું.'
સંતે કહ્યું : “પરંતુ તું આ પવિત્ર પુસ્તકમાં દખલ કેવી રીતે કરી શકે ? આ ખોટું છે, પાપ છે.'
:
રાબિયાએ કહ્યું ઃ ‘જે હોય તે ’ તેણીએ નમ્રતાથી પણ દૃઢતાથી કહ્યું : “એ કથન હું સહન નથી કરી શકતી, મારું સમગ્ર અસ્તિત્વ એ વાક્યની સામે પોકારી ઊઠ્યું; મારા પ્રિય સાહેબ ! મારું હૃદય તો પ્રેમથી જ પરિપૂર્ણ ભરેલું છે, ત્યાં તિરસ્કારની ભાવનાને ક્યાં જગા આપું ?’
સંત બોલ્યા : ‘તું સત્ય કહે છે. રાબિયા !' તે પ્રસન્ન થયા.
રાબિયાના હૃદયમાં તિરસ્કારને ગા જ ન હતી. શેતાન પ્રત્યે પણ ન હતી. આ છે- મિત્તિ મે સબમૂષુ - સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવના આને કહે છે. સ્વજન મૈત્રી :
સ્વજન મૈત્રીની એક ઘટના, હૃદયસ્પર્શી ઘટના હમણાં જ વાંચવામાં આવી; સાથે સાથે ઉપકાર મૈત્રીના પણ પ્રસંગમાં હૃદયસ્પર્શી વાત કહેવામાં આવી છે. એ વાત ઐતિહાસિક છે.
સૌરાષ્ટ્રમાં જૂનાગઢ નવાબી રાજ્ય હતું. નવાબે પોતાના બેલાગામને રા’ વંશના ભાયાત-ફટાયાને ભેટમાં આપી દીધું હતું.
એક દિવસે દશ-બાર માણસોએ આવીને દરબાર-બાપુને ફરિયાદ કરી, “બાપુ ! કાળા પગીના છોકરા રામલાએ રાજકુમારને માર્યો.’
‘પરંતુ શા માટે માર્યો ?’ ઠાકુરે પૂછ્યું.
દર વર્ષની જેમ માટીના શ્રીકૃષ્ણ બનાવીને ગામના ચોકમાં રાખ્યા હતા. શણગાર કરવામાં આવ્યો હતો. બધાં ત્યાં ગાતાં હતાં, નાચતાં હતાં અને રાસ રમતાં હતાં. ત્યાં રાજકુમારે મૂર્તિને સ્પર્શ કર્યો, તો મૂર્તિનો કાન તૂટીને જમીન ઉપર પડી ગયો. એ સમયે ગ્રામરક્ષક કાળાનો પુત્ર રામ રમવાનું છોડી દઈને ત્યાં ગયો. અને કુમારને એક થપાટ લગાવી દીધી. એક ધોલ મારી દીધી !, આખા ગામમાં વાત ફેલાઈ ગઈ.
૧૨૦
શાન્તસુધારસ : ભાગ ૩