________________
કરે છે, ખરાબ લોકો સાથે ખરાબ.’ કાશીનરેશના સારથિએ કહ્યું : “મારા મહારાજા તો ખરાબ લોકો સાથે પણ સારો વ્યવહાર કરે છે. આ એમનો સ્વભાવ છે.' બંને સારથિઓએ કાશીનરેશના રથને પહેલાં જવા દેવા નિર્ણય કર્યો, કારણ કે કાશીનરેશ નિઃશંક રૂપે ઉત્તમ પુરુષ હતા. કોઈનેય એ શત્રુ માનતા જ ન હતા. જિંદગી કેટલી સ્થિર ? :
ગ્રંથકાર જિંદગીને અસ્થિર - અલ્પકાલીન માને છે. નાનકડી જિંદગીમાં - અનિશ્ચિત જિંદગીમાં શા માટે કોઈની સાથે વેર બાંધવું ? શા માટે દ્વેષ અને ઝઘડા કરવા ? આ બધું કરીને શા માટે ખેદ-ઉદ્વેગ ઊભો કરવો ? એટલા માટે સમગ્ર જીવસૃષ્ટિમાં તારી મિત્રતાનો વિસ્તાર કર. ‘સર્વ જીવ મારા મિત્રો છે, કોઈ શત્રુ નહીં !' નાનકડી જિંદગીમાં કોઈની સાથે શા માટે શત્રુતા કરવી ? શા માટે કોઈની સાથે બગાડવું ? કોઈને કોઈ સમયે તમારે આ જિંદગીમાંથી વિદાય લેવાની જ છે. આ તો એક મુસાફરખાનું છે. સૌની સાથે મૈત્રીભાવ રાખો. સર્વના હિતની, કલ્યાણની કામના કરો. ‘સૌનું કલ્યાણ થાઓ’ આ જ ભાવના ભાવતા રહો. હવે હું મારું એક પ્રિય કાંવ્ય સંભળાવું છું :
કોનાથી બગાડું હું કોનાથી બગાડું ? મારે જીવવું થોડું ને જગમાં કોનાથી બગાડું ? દુનિયા તો જાણે મુસાફિર ખાનું. વહેલા કે મોડા તો સહુએ જવાનું. વાત-વાતમાં ખોટું નહિ રે લગાડું...માટે. પંખીડાં તમે સહુ સાથે જ રહેજો. વડલાની ડાળે તમે વિસામો રે લેજો. ડરશો ના દિલમાં, તમને નહીં રે ઉડાડું...માટે. સંધ્યાના રંગો જેવા આપણા સંબંધો જનમોજનમના આ ૠણાનુબંધો શબ્દોનાં તીર તમને નહીં રે વગાડું...માટે.
માણસ છીએ આપણે ભૂલ ભરેલા ક્યારેક ઉજળા તો ક્યારેક મેલા
થઈ જાયે ક્યારેક થોડું અવળું ને આડું...માટે. હળવે હળવે હાંકુ જીવતરનું ગાડું...માટે.
આ ખૂબ જ મર્મસ્પર્શી કાવ્ય છે. કવિનું કહેવું છે ઃ હું કોની સાથે સંબંધ બગાડું? જ્યારે મારે થોડુંક જીવવું છે, જીવન અલ્પ છે ત્યારે કોની સાથે શત્રુતા કરું ? આ દુનિયા એક મુસાફરખાનું છે. વહેલું કે મોડું - સૌને જવાનું જ છે. એટલા માટે
મૈત્રી ભાવના
૧૦૯