________________
એવું નક્કી જ કરી લો કે તમે યોગ્ય જગાએ, યોગ્ય સમયે અને યોગ્ય રીતે જ છો. તમે તમારી સપ્રવૃત્તિઓ કરતા જ રહો. એ પ્રવૃત્તિ પ્રેમ અને આનંદથી કરો. જો જો પછી, જિંદગીમાં મજા આવશે. માત્ર તમારે માટે નહીં પણ તમારી આસપાસના લોકો માટે કાર્ય કરો. તમે તમારું જે ઉત્તમ છે તે સમગ્ર જીવસૃષ્ટિને આપી દો; જ્યાં સુધી તમે નહીં આપો ત્યાં સુધી તમે સમગ્ર સૃષ્ટિના અંશરૂપ નહીં બની શકો. તમે પરિવારને પ્રેમ આપો, તેમનું હિત વિચારો અને મૈત્રીસભર વ્યવહા૨ કરો. એવો જ વ્યવહાર એ લોકો તમારી સાથે કરશે. તમે સમસ્ત સૃષ્ટિ સાથે તાદાત્મ્ય અનુભવી શકશો અને ત્યારે કહેજો કે તમને કેવો ઉત્કૃષ્ટ સંતોષ મળે છે !
એક કાવ્યની કેટલીક પંક્તિઓ સંભળાવું ઃ
વ્યોમવૃક્ષો અને તારા, તત્ત્વો પ્રકૃતિનાં બધાં, તેમની સ્થિતિ અને તારી, દીસે છે સમ સર્વદા । તેમની જેમ તારો યે અધિકાર ધરા પરે સમગ્ર વિશ્વ કેરું છો, તું યે સંતાન, વત્સ હૈ ॥
સકળ વિશ્વ મારો પરિવાર છે, તો હું પણ વિશ્વનું જ સંતાન છું.' - આ સત્ય સમજી જશો તો પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ... પશુ, મનુષ્ય સૌની સાથે તમારો વ્યવહાર દયાપૂર્ણ અને મૈત્રીપૂર્ણ રહેશે. એટલા માટે તમારા પ્રેમને, મૈત્રીને સૃષ્ટિમાં સર્વત્ર વહેવા દો.
બીજાંના મનની ચિંતા - ભગવતીદેવી :
મૈત્રીની પરિભાષા... પ્રચલિત પરિભાષા છે - ‘પહિતચિન્તા મૈત્રી’। બીજાંના હિતની ચિંતા કરવી એ મૈત્રી છે. એ રીતે બીજાંના મલિન મનની ચિંતા કરવી - ‘એમના મનની શત્રુતા નષ્ટ થાઓ' એ તો શ્રેષ્ઠ મૈત્રી છે. આ બાબતમાં એક સત્ય ઘટના સંભળાવું અને પ્રવચન પૂર્ણ કરું.
વાત છે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની માતાજી ભગવતીદેવીની. એમની દયા, કરુણા અને મૈત્રી ભાવના જોઈને લોકો એમને ‘દયાની દેવી' કહીને સંબોધતા હતા. એ સ્ત્રી દીન, અનાથ, અપંગ અને ગરીબ લોકોની સેવામાં રત રહેતી હતી. લોકોમાં પણ એમના પ્રત્યે અપાર વિશ્વાસ હતો, એટલા માટે કષ્ટના સમયમાં લોકો એમની પાસે જતાં હતાં.
ભગવતીદેવીનો એવો પરોપકારી સ્વભાવ હોવા છતાં કેટલાક ઈર્ષ્યાગ્રસ્ત લોકો વિના કારણે એમના વિરોધી હતા. વધારે પ્રમાણમાં તો એમનાં પાડોશીઓ જ હતાં. એ લોકો ભગવતીદેવીની નિંદા કરતાં અને દરરોજ રાત્રિના સમયે એમના ઘરની
૧૧૨
શાન્તસુધારસ : ભાગ ૩