________________
૪. સૂત્રરુચિ અંગ-ઉપાંગ આદિ આગમશાસ્ત્રોનો અભ્યાસ કરતાં જે સમ્યક્તનું
અવગાહન કરે છે. ૫. બીજરુચિ શ્રદ્ધાપૂર્વક એક પદને જ ધારણ કરતાં પોતાની પ્રતિભાના બળે જે
અનેક પદોમાં વિસ્તાર પામે છે. ક અભિગમરુચિ જે મહાત્માએ અર્થથી સમગ્ર શ્રુત જોયું છે. ૭. વિસ્તાર રુચિ નય અને પ્રમાણથી જે પદ્રવ્યોનું સમ્યક રૂપે પ્રરૂપણ કરે છે. ૮. ક્રિયારુચિ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વિનય અને ગુપ્તિની ક્રિયામાં જે
પ્રયત્નશીલ હોય છે. ૯. સંક્ષેપરુચિઃ જિનવચન જ મને માન્ય છે. એ રીતે હૃદયમાં દૃઢ માન્યતા
રાખતાં અન્ય કુધર્મો પર શ્રદ્ધા નથી રાખતો. ૧૦. ધર્મરુચિ શ્રુત અને ચારિત્રરૂપ ત્રિવિધ ધર્મને અનંધમસ્તિકાયાદિષદ્રવ્યોને
માને છે. શ્રદ્ધા રાખે છે. કહેવામાં આવ્યું છે કે આ દશ ભેદોમાંથી દોષરહિત એવા એક પણ ભેદને સમ્ય દ્રષ્ટિ જીવ ધારણ કરે છે, તે અવશ્યશિવસુખ પામે છે. આ રીતે આચાર્યદેવની ધમદશના સાંભળીને મંત્રી, શ્રેષ્ઠી વગેરે કેટલાક ભવ્ય જીવોએ સંયમધર્મનો, શ્રાવકધર્મનો અને સમ્યક્તનો સ્વીકાર કર્યો. બોધિસુધાનું પાન કરોઃ
એક કવિએ બોધિદુર્લભ ભાવના અંગે સરસ કાવ્ય બનાવ્યું છે. એકાગ્રતાથી સાંભળોઃ
દાનાદિક તપ-જપ-ક્રિયા જેથી સફળ ગણાય. શુદ્ધ તત્ત્વ શ્રદ્વા થકી. આ ભવસિંધુ તરાય. મિથ્યાત્વે ઘેર્યો થકો, ભવમાં ભ્રમણ કરત. બોધિબીજ નિજ તેજથી અંતર તિમિર હરત.
બોધિદુર્લભ ભાવના ભવિ આંતર ભાવો. દુર્લભ દશ દ્રષ્ટાંતથી મલ્યો નરભવ આવો.૧ આરજ ક્ષેત્ર ઉત્તમ કુલે પચેન્દ્રિય તનધારી, દેહ નીરોગી પામિયો. કેમ જાય તું હારી જિનશાસન અતિ દોહવું, દુર્લભ ગુરુમુખવાણી. દુર્લભ શ્રીકૃત-શ્રવણ ને આદર મન આણી....૩
૧૦૦
આ શાન્ત સુધારસઃ ભાગ ૩
'
'
' :::