________________
રીતે રહી શકે? ગુરુદેવની જ્ઞાનની વાતો તમારા હૃદયમાં પ્રવેશી શકતી જ નથી. માથા ઉપર થઈને ચાલી જાય છે. પોતપોતાની પ્રિય સંજ્ઞાઓમાં તેમના વિચારોમાં તમે લયલીન થઈ જાઓ છો.
શાસ્ત્રોના અધ્યયનમાં મનની એકાગ્રતા હોવી જોઈએ. એકમાત્ર અધ્યયનમાં જ મનની એકાગ્રતા હોવી જોઈએ. અધ્યયન સમયે કોઈ વિકથા આપણા મનમાં ન હોવી જોઈએ. ન સ્ત્રીનો વિચાર, ન ભોજનનો વિચાર કે ન તો દેશ યા રાજ્યનો. વિચાર. ગુરુચરણે બેસીને શાસ્ત્રોનું અધ્યયન કરવાનું છે. દુનિયાને ભૂલી જવાની છે. આત્માને યાદ રાખવાનો છે. આત્માને જ વિશુદ્ધ કરવાનો છે. વિશુદ્ધ આત્મા જ મોક્ષમાર્ગ પર આગળ વધે છે. એટલા માટે આત્માને આર્તધ્યાનથી યા રૌદ્રધ્યાનથી અશુદ્ધ ન થવા દો. વિકથાઓમાં કોઈ કોઈ વાર જીવ રૌદ્રધ્યાનમાં પણ પહોંચી જાય છે. મેં એવા માણસોને જોયા છે કે જે વિકથાઓ વાંચતાં યા સાંભળતાં આવેશમાં આવી જાય છે અને પછી તેઓ રૌદ્રધ્યાનમાં ચાલ્યા જાય છે.
ગ્રંથકારે બોધિને પામવા, મેળવેલી બોધિને સુરક્ષિત રાખવા માટે આ સૂચના આપી છે કે વિકથા ન કરો. . . धर्ममाकर्ण्य सम्बुध्य तत्रोद्यम - . कुर्वतो वैरिवर्गोऽन्तरंगो .. रागद्वेष-श्रमालस्यनिद्रादिको
बाधते निहतसुकृतप्रसंगः ॥ ६ ॥ बुध्यतां. ગ્રંથકાર છઠ્ઠી કારિકામાં કહે છે: “ધર્મ સાંભળીને સમજીને એનાથી પ્રબુદ્ધ થઈને આત્મા જ્યારે ધર્મકાર્યમાં પ્રવૃત્ત થાય છે ત્યારે રાગદ્વેષ, આળસ, શ્રમ, નિદ્રા વગેરે આંતરશત્રુઓ એનો રસ્તો રોકે છે અને સારાં કાર્યો કરવાનો અવસર હાથમાંથી સરકી જાય છે.” ઘર્મમાગમાં બાધક આંતરશત્રુઓ:
ધર્મતત્ત્વને સાંભળી લીધું, સમજી પણ લીધું, આત્મા પ્રબુદ્ધ બન્યો અને તે ધર્મઆરાધનામાં પ્રવૃત્ત પણ થઈ ગયો, પરંતુ જો આંતરશત્રુઓ જાગૃત થઈ જાય છે તો ધર્મઆરાધનામાં વિક્ષેપ આવે છે એટલા માટે આંતરશત્રુઓથી સાવધાન રહેવાનું છે. પહેલો આંતરશત્રુ છે રાગ - અનુરાગ - આસક્તિ કોઈ પણ જડ-ચેતન પદાર્થ ઉપર રાગ રાખવાનો નથી. રાગનું બંધન બ્રેષના બંધન કરતાં પણ વધારે દુષ્ટ છે. કોઈ ન કરશો પ્રીતઃ
પહેલો આંતરશત્રુ છે - રાગ. એટલા માટે રાગના વિષયમાં એક પ્રાચીન કાવ્ય
બોધિદુર્લભ ભાવના ,
લ્ટ |