________________
विविदिषायामपि श्रवणमतिदुर्लभं धर्मशास्त्रस्य गुरुसन्निधाने । वितथविकथादितत्तद्ररसावेशतो, विविध विक्षेप मलिनेऽवधाने ॥ ५ ॥ પરમ ઉપકારી ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી કહે છે ? કદાચ ધર્મતત્ત્વ સમજવાની ઈચ્છા જાગી તો પણ ગુરુચરણોમાં બેસીને ધર્મશાસ્ત્રોનું શ્રવણ ક્યાં એટલું સુલભ છે ? ખોટી ધારણાઓના શિકાર બનીને વિકથાઓના પાશમાં ફસાઈને જીવાત્મા વિષયકષાયના આવેશમાં ચિત્તની એકાગ્રતાને મલિન કરી દે છે.” ગુરુમુખથી શાસ્ત્રશ્રવણ
ગ્રંથકાર કહે છેઃ ધર્મતત્ત્વ શ્રવણ કરવાની ઈચ્છા થવા છતાં પણ ગુરુચરણે બેસીને શાસ્ત્રશ્રવણ કરવું ક્યાં સુલભ છે? શાસ્ત્રાધ્યયન કરાવનારા ગીતાજ્ઞાની ગુરુ મળવા સરળ નથી. ગુરુએ પણ ગુરુપરંપરાથી જ અધ્યયન કરેલું હોવું જોઈએ. બીજી વાત છે – શાસ્ત્ર-અધ્યયન કરાવવાની ક્ષમતા જોઈએ.
શાસ્ત્ર ભણવું સરળ છે, ભણાવવું મુશ્કેલ છે. ભણાવનાર ગુરુની અનુકૂળતા અનુસાર શાસ્ત્રાધ્યયન કરવામાં આવે છે. શાસ્ત્રોનું આગમગ્રંથોનું અધ્યયન કરવાની યોગ્યતા અને ક્ષમતા શિષ્યમાં હોવી જોઈએ. ગુરુ પણ ગુરગમથી શાસ્ત્ર ભણેલા હોવા જોઈએ. માત્ર સંસ્કૃત-પ્રાકૃત ભાષાના જ્ઞાનથી જ શાસ્ત્ર ભણાવી શકાતાં નથી. ગુરુગમ જોઈએ. ગુરુપરંપરાથી શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કરેલું હોવું જરૂરી છે.
શાસ્ત્રોનું, ધર્મગ્રંથોનું અધ્યાપન કરાવવાની પણ કળા છે. વિશિષ્ટ ક્ષયોપશમ જોઈએ જ્ઞાનાવરણનો. એવા વિશિષ્ટ ક્ષયોપશમવાળા ગુરુ મળવા મહાન પુણ્યોદયને લીધે જ સંભવ છે. એવા જ્ઞાની ગુરુ દૂરના પ્રદેશમાં હોય તો એમની પાસે જઈને એમની ઈચ્છા - અનુકૂળતા આદિ જોઈને શાસ્ત્રાધ્યયન કરવું જોઈએ. આ રીતે શાસ્ત્રાધ્યયન કરાવનારા ગુરુ મળવા છતાં પણ જો જિજ્ઞાસાવાળો મનુષ્ય ચાર વિકથાઓથી પ્રતિબદ્ધ હશે તો એ ગુરૂમુખેથી શાસ્ત્રાધ્યયન કરી નહીં શકે. ચાર વિકથાઓમાં ફસાયેલા માણસનું મન એકાગ્રતા ખોઈ નાખે છે. એનું ચિત્ત ચંચળ બની જાય છે. ચાર વિકથાઓઃ *
ચાર પ્રકારની વિકથાઓ કરનારો માણસ એમાં જ આનંદ પામે છે. સદ્ગુરુ ગામમાં હોવા છતાં એમની પાસે જઈને ધર્મશ્રવણ કરતો નથી. વિકથાઓ મુખ્યરૂપે ચાર બતાવી છે: બોધિદુર્લભ ભાવના .
૯૧ |