Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૩ મિથ્યાત્વમોહનીયાદિ દર્શનસપ્તકનો સંપૂર્ણપણે નાશ કરવાથી પ્રગટ થતો જે નિર્મળ શ્રદ્ધા ગુણ તે ક્ષાયિક સમ્યક્ત કહેવાય છે. જે એક ભવમાં અને સંસારચક્રમાં એક જ વાર પ્રાપ્ત થાય છે. પ્રાપ્ત થયા પછી કદાપિ જતું નથી. તેનો કાળ સાદિ-અનંત છે. આ ક્ષાયિકસમ્યક્ત તીર્થંકર પરમાત્મા આદિ કોઈ પણ કેવલી ભગવંતો વિચરતા હોય, મોક્ષમાર્ગ ચાલુ હોય ત્યારે જ થાય છે. પ્રથમ સંઘયણવાળાને જ થાય છે. અને મનુષ્યભવમાં જ આરંભ થાય છે. આ ત્રણ પ્રકારમાનું કોઈપણ સમ્યક્ત દર્શનમોહનીયકર્મના નાશથી (અથવા ઉપશમથી અથવા ક્ષયોપશમથી જ) થાય છે. જ્યારે આ ત્રણમાંથી કોઈ પણ એક પ્રકારનું સમ્યક્ત આવે છે ત્યારે જ આ આત્મા અનાદિકાલીન મિથ્યાત્વ નામના પ્રથમ ગુણસ્થાનકનો ત્યાગ કરીને નિર્મળ એવા “અવિરત સમ્યગ્દષ્ટિ” નામવાળા ચોથા ગુણસ્થાનક આદિ ગુણસ્થાનકોને પ્રાપ્ત કરે છે.
જૈન શાસ્ત્રોમાં વસ્તુનું સ્વરૂપ સમજાવવા બે નયો (બે દૃષ્ટિઓ) . આવે છે. (૧) નિશ્ચયનય અને (૨) વ્યવહારનય. આ બને નયોના જો કે ભિન્ન ભિન્ન ઘણા અર્થો છે તો પણ અહીં એવો અર્થ કરવો કે વસ્તુનું આન્તરિક જે સ્વરૂપ, પારમાર્થિક જે સ્વરૂપ તે નિશ્ચયનય છે. અને વસ્તુનું બાહ્ય જે સ્વરૂપ, ઔપચારિક જે સ્વરૂપ તે વ્યવહારનય છે. દર્શનમોહનીયના નાશાદિથી આત્મામાં જે શ્રદ્ધાળુણ પ્રગટ થાય છે તે શ્રદ્ધા ગુણ આન્તરિક હોવાથી નિશ્ચયનયથી સમ્યક્ત કહેવાય છે. આત્માની અંદર વીતરાગ પરમાત્મા પ્રત્યે આન્તરિક-હાર્દિક પારમાર્થિક શ્રદ્ધાળુણ આવવાથી તેની બહારની જે રીતભાત, બહારની જે વર્તણુંક, બહાર પ્રગટ થતી નિશાનીઓ તે વ્યવહારસમ્યક્ત કહેવાય છે. જેમ શરીરમાં કેન્સર-ટીબી-બ્લડપ્રેશર આદિ રોગો ઉત્પન્ન થયા હોય તો જ ભોજનની અરૂચિ, અપચો ઇત્યાદિ તેની બાહ્ય નિશાનીઓ દેખાય છે. જો શરીરમાં ઉપરોક્ત કોઈ રોગ ન હોય તો તેના ફળ સ્વરૂપ ભોજનની અરૂચિ, અજીર્ણ ઇત્યાદિ ચિહ્નો સંભવતાં નથી. તેવી જ રીતે જો આત્મામાં સમ્યત્ત્વગુણ નિશ્ચયથી પ્રગટ થયો હોય છે તો તેનામાં હવે કહેવાતાં ૬૭ સ્થાનો-બહારની નિશાનીઓ પ્રગટ થાય છે. તે વ્યવહારસમ્યક્ત કહેવાય છે. કોઈક વખત શરીરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org