Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૨
તે સમ્યક્ત્વને રહેવાનાં હવે કહેવાતાં ૬૭ સ્થાનો છે. ૪.
જૈન આગમોમાં જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મો છે. તેમાં ચોથું મોહનીયકર્મ છે. તેના દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય એવા બે ભેદ છે. શ્રદ્ધા ગુણનો પ્રતિઘાત કરનાર દર્શનમોહનીયકર્મ છે. સર્વ કર્મોમાં આ જ કર્મ રાજાતુલ્ય છે. તે દર્શનમોહનીયકર્મના નાશથી (અહીં મૂલ ગાથામાં નાશ લખ્યો હોવા છતાં ઉપલક્ષણથી ઉપશમ અને ક્ષયોપશમ પણ સમજી લેવો. એટલે ઉપશમથી, ક્ષયોપશમથી તથા ક્ષયથી) આત્મામાં જે ગુણ પ્રગટ થાય છે તેને જ નિશ્ચયનયથી સમ્યક્ત્વ કહેવાય છે. આ સમ્યક્ત્વ ત્રણ પ્રકારનું છે. (૧) ઔપમિક, (૨) ક્ષાયોપશમિક અને (૩) ક્ષાયિક. પૂ. હરિભદ્રસૂરિજી મહારાજે ‘‘સમ્યક્ત્વ સપ્તતિકા”માં કહ્યું છે કેदंसणमिह सम्मत्तं तं पुण तत्तत्थसद्दहणरूवं । खइयं खओवसमियं, तहोवसमियं च नायव्वं ॥२॥
અહીં ગ્રંથકારે સમ્યક્ત્વગુણની પ્રાપ્તિ જો કે દર્શનમોહના નાશથી કહી છે. તો પણ અનંતાનુબંધી ચાર કષાયો તે દર્શનમોહના પોષક અને વર્ધક હોવાથી તેના મિત્રતુલ્ય હોવાથી તે ચાર કષાયને પણ દર્શનમોહસપ્તક રૂપે સાથે ગણવામાં આવે છે.
રજથી ભારેલા અગ્નિની જેમ દર્શનમોહનીયને (મિથ્યાત્વમોહનીયને) દબાવવાથી (ઉપશમાવવાથી) આત્મામાં જે શ્રદ્ધાગુણ પ્રગટ થાય તે ઔપમિક સમ્યક્ત્વ કહેવાય છે, તે અનાદિમિથ્યાત્વીને પ્રથમ એક વાર, અને ઉપશમશ્રેણિમાં ચારવાર એમ કુલ પાંચવાર જ પ્રાપ્ત થાય છે. તેનો જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત માત્ર જ કાળ હોય છે. તથા ઉદયમાં આવેલા મિથ્યાત્વમોહનીયનો તીવ્રરસ મંદ કરી ઉદય દ્વારા ભોગવી ક્ષય કરવાથી અને ઉદયમાં ન આવેલા પરંતુ સત્તામાં રહેલા અને ઉદીરણા આદિ દ્વારા ઉદયમાં આવવાને યોગ્ય એવા મિથ્યાત્વમોહનીયનો ઉપશમ કરવાથી આત્મામાં પ્રગટ થયેલો જે શ્રદ્ધાગુણ તે ક્ષાયોપશિમકસમ્યક્ત્વ કહેવાય છે. જે અસંખ્યાતીવાર આવે છે અને જાય છે. જેનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટથી સાધિક છાસઠ સાગરોપમ છે, તથા પાણીથી બુઝાવેલા અગ્નિની જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org