Book Title: Samkitna Sadsath Bolni Sazzay Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta Publisher: Jain Dharm Prasaran Trust SuratPage 12
________________ ૧૧ કરવી જ છે તેને મુક્તિનો માર્ગ જાણવો અતિશય આવશ્યક છે. મુક્તિમાર્ગની જાણકારી વિના દાનાદિ (દાન-શીયળ-તપ અને ભાવના આદિ) ધર્મની પ્રવૃત્તિ મુક્તિ આપનારી બનતી નથી. આ જાણકારી સમ્યક્ત્વ આવે તો જ આવે છે. એટલે સમ્યક્ત્વ ગુણ મેળવ્યા વિના મુક્તિમાર્ગની સાચી જાણકારી ન હોવાથી દાનાદિ ધર્મમાં પ્રવૃત્તિ કરવા છતાં તે મોક્ષનાં સુખ આપનારી બનતી નથી. તેથી સર્વ ગુણોમાં “સમ્યક્ત્વ” એ સૌથી મોટો ગુણ છે. તેને પ્રાપ્ત કરવા માટે હવે કહેવાતી સમ્યક્ત્વની આ મધુરી વાર્તા તમે સાંભળો. જૈન પ્રવચનનો ઉપર મુજબ મર્મ (સાર) છે. એમ તમે જાણો. આ સંસારમાં સર્વજ્ઞ વીતરાગ તીર્થંકર પરમાત્મા જેવો કોઇ મહાન્ પુરુષ નથી. તેઓ સર્વજ્ઞ હોવાથી સર્વદ્રવ્યોના સર્વ પર્યાયોના ત્રિકાલજ્ઞાની છે. વીતરાગ હોવાથી સર્વ દોષ રહિત છે. અને તીર્થંકર હોવાથી ચોત્રીશ અતિશય આદિ અનંતી-અપાર પુણ્યાઇ વાળા છે. તેઓના મુખથી નીકળતી ભવ્યાતિભવ્ય જે ધર્મદેશના તેને “પ્રવચન” કહેવાય છે. પ્રકૃષ્ટ એવું જે વચન તે “પ્રવચન” છે. તીર્થંકર પરમાત્માની વાણી જ સર્વોત્કૃષ્ટ વચન હોવાથી પ્રવચન કહેવાય છે. તેમની ધર્મદેશનાના આધારે રચાયેલી દ્વાદશાંગી તથા દ્વાદશાંગીના આધારે રચાયેલાં સંવેગ-નિર્વેદપરિણતિવાળાં પૂર્વાચાર્ય કૃત શાસ્ત્રોને પણ તે વાણીનો આધાર હોવાથી આધારમાં આધેયનો ઉપચાર કરીને ‘‘પ્રવચન” કહેવાય છે. આવા પ્રકારના જૈન શાસ્ત્રોરૂપી પ્રવચનનો આ જ મર્મ (સાર) છે કે સમ્યક્ત્વ” ગુણ જ સર્વગુણોમાં શ્રેષ્ઠ છે. તે આવ્યે છતે આગમો અને પૂર્વોના જ્ઞાનને જ્ઞાન કહેવાય છે. અન્યથા=સમ્યક્ત્વ વિના પ્રાપ્ત કરેલા નવ પૂર્વાદિ જ્ઞાનને પણ અજ્ઞાન જ કહેવાય છે. તેથી તેને મેળવવા માટે તેના સંબંધી કહેવાતી આ મધુરી વાર્તા તમે સાંભળો. ૩. દર્શન મોહ વિનાશથી, જે નિર્મળ ગુણઠાણ, તે નિશ્ચે સમકિત કહ્યું, તેહના એહ અહિઠાણ. ૪. દર્શનમોહનીય નામનું જે કર્મ છે તેના વિનાશથી નિર્મળ એવું જે ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે તેને જ નિશ્ચયનયથી સમ્યક્ત્વ કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 210