Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 11
________________ ૧૦ કોઈ પણ કાર્ય કરવા દ્વારા વળી શકતો નથી. એકભવ માત્રમાં નહીં પરંતુ કરોડો કરોડો ભવો દ્વારા સર્વ ઉપાયો કરવા છતાં આવા ઉપકારી ગુરુજીનો બદલો વાળી શકાતો નથી. માટે સમ્પર્વ આપનારા ગુરુજી પ્રત્યે સદા વિશેષ નમ્ર, વિનયયુક્ત, બનીને તેમની સેવા-ભક્તિ અને વૈયાવચ્ચમાં તત્પર બનવું. તથા તેમની આજ્ઞાને સર્વથા શિરોમાન્ય કરવી. બીજા ભવોમાં આવા ઉપકારી ગુરુજી મળવા એ અત્યન્ત દુર્લભ છે. “સમ્યક્ત” આપનારા ગુરુજીનો પ્રતિઉપકાર કરવા માટે આપણે રાજઋદ્ધિ કે અઢળક ધનસંપત્તિ આપીએ તો પણ પ્રતિઉપકાર થઈ શકતો નથી. કારણ કે રાંજદ્ધિ આદિ સાંસારિક સંપત્તિ મોહ ઉપજાવનારી અને ભવ વધારનારી છે. જ્યારે સમ્યક્ત એ મોહનો નાશ કરનારી અને ભવને ઘટાડનારી વસ્તુ છે. રાજ્ય, ઋદ્ધિ આદિ પરિમિત કાળ પુરતી અથવા એક ભવ પુરતી તૃપ્તિ કરાવનારી વસ્તુ છે. જ્યારે સમ્યક્ત એ અપરિમિત કાળધી અને જે ભવો કરવાના બાકી હોય તે સર્વ ભવોમાં પારમાર્થિક તૃપ્તિ (આનંદ) કરાવનારી વસ્તુ છે. માટે “સમ્યત્વ” જેવી મધુરી કોઈ વસ્તુ નથી અને તેને આપનારા ગુરુજીનો પ્રતિઉપકાર કોઈ રીતે કરી શકાતો નથી. તેથી હવે કહેવાતી, અતિશય મધુરી સમ્યત્ત્વની વાર્તા તમે સાંભળો. ૨. દાનાદિક કિરિયા ન દીએ, સમકિત વિણ શિવશર્મ, તે માટે સમકિત વડું, જાણો પ્રવચન મર્મ. ૩. દાન વગેરે ધર્મની ક્રિયાઓ પણ “સખ્યત્ત્વ પ્રાપ્ત થયા વિના મુક્તિનાં સુખો આપી શકતી નથી. તેથી “સમ્યક્ત”એ સૌથી મોટામાં મોટો ગુણ છે. આવો જૈનશાસ્ત્રોનો મર્મ છે. એમ તમે જાણો. ૩. સર્વ કર્મોના ક્ષયસ્વરૂપ “મુક્તિ”એ સાધ્ય છે. તેના માર્ગની જાણકારી અને તેના માર્ગ તરફ પ્રવૃત્તિ એ બન્ને જ્ઞાન અને ક્રિયા સ્વરૂપ સાધનો છે. જેમ કોઈ પુરુષને એક નગરથી બીજા નગરે જવું હોય તો તેના માર્ગનું સાચું જ્ઞાન હોવું જરૂરી છે. તો જ તે તરફની પ્રવૃત્તિ તેને તે નગરે પહોંચાડનારી બને છે.તેવી જ રીતે જે આત્માને મુક્તિ પ્રાપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 210