________________
સરસ્વતીદેવી એ શ્રુતજ્ઞાનની અધિષ્ઠાયિકા દેવી છે. જૈનશાસન અને રત્નત્રયીના અધિષ્ઠાયક દેવ-દેવીઓ, તથા તીર્થંકર પરમાત્મા પ્રત્યે અનહદ ભક્તિભાવ ધરાવનારા યક્ષ-યક્ષિણીઓ એ સર્વે સમ્યગ્દષ્ટિ દેવદેવીઓ છે. સમ્યત્ત્વગુણના કારણે વૈક્રિયશરીર અને અવધિજ્ઞાન દ્વારા જૈનસંઘની સેવા બજાવવામાં અપૂર્વ શક્તિને ફોરવનારા છે. એટલે જ દેશવિરતિધર અને સર્વવિરતિધર મહાત્માઓએ પણ ધર્મારાધન કાળે ધર્મમાં સહાયક તરીકે અને સમ્યકત્વગુણની આરાધના નિમિત્તે આ દેવ-દેવીઓનું બહુમાનપૂર્વક સ્મરણ કર્તવ્ય છે. એટલે જ ગ્રંથકાર શ્રી ઉપાધ્યાયજી મહારાજ સહાયક તરીકે સરસ્વતી દેવીનું સ્મરણ કરે છે.
સમ્યક્ત”એ સર્વગુણોમાં પ્રધાનતમ ગુણ છે. તેની પ્રાપ્તિ વિના જ્ઞાન અને ક્રિયા અનંતરપણે મુક્તિહેતુ બનતા નથી. મુક્તિપ્રાપ્તિ માટે સમ્યક્ત મેળવવું અતિશય આવશ્યક છે, તેનાથી જ સંસાર પરિમિત થાય છે. રાગાદિ દોષો મોળા પડે છે. ગુણસ્થાનકોમાં ઊધ્વરોહણ થાય છે. માટે જ આ સઝાયમાં “સમ્યક્ત”ના ૬૭ બોલોનું વર્ણન કરવામાં આવશે. જેનામાં આ સમ્યક્તગુણ આવે છે તેનામાં આ ૬૭ બોલોમાંના ઘણાખરા બોલો પ્રગટ થાય છે. આ ૬૭ બોલો એ આત્મામાં ઉત્પન્ન થયેલ સમ્યકત્વની નિશાની-ચિહ્ન છે, જેમ કોઈ ઘરમાં લાગેલી આગ ન દેખાય પરંતુ બહાર નીકળતા ધુમાડા આગને જણાવે છે તેમ કોઇ પણ આત્મામાં ઉત્પન્ન થયેલું સમ્યક્ત ન દેખાય, પરંતુ આ બોલો અંદર પ્રગટ થયેલા સમ્યક્તને જણાવે છે. એટલે આ ૬૭ બોલો એ સમ્યક્તના પ્રતીક હોવાથી આ સજઝાયમાં તેનું વર્ણન કરવામાં આવશે. એ આ સઝાયનો વિષય છે. - સમ્યક્ત એટલે સાચી દૃષ્ટિ, વસ્તુનો યથાર્થ બોધ થવાથી તેના પ્રત્યેની પરમ રુચિ, જે પદાર્થ જેવો છે, જ્ઞાનીઓએ જેવો કહ્યો છે તે પદાર્થ તેવો જ છે એવી અચલ શ્રદ્ધા તે સમ્યત્ત્વ છે. પરમતારક વીતરાગ સર્વજ્ઞદેવ એ જ સુદેવ, તેમની આજ્ઞાના અનુસાર વર્તનારા, પંચમહાવ્રત આદિના ધારક નિર્ચન્થ મુનિઓ એ જ સુગુરુ અને તેમનો જણાવેલો અહિંસા-સંયમ અને તપમય જે ધર્મ એજ સુધર્મ. એવી અતિશય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org