________________
ટીકામાં એકેક બોલ ઉપર સુંદર અને વિસ્તૃત કથાઓ આપેલી છે. અમે સમ્યકત્વની સઝાયના અર્થ લખવામાં સૌથી વધારે “સમ્યકત્વ સપ્તતિકા” અને તેની ટીકાનો ઉપયોગ કરેલો છે. તે બન્નેના આધારે અર્થો લખ્યા છે. તથા કવચિત્ મહેસાણા પાઠશાળા તરફથી પ્રકાશિત થયેલ અને પંડિતજી શ્રી પ્રભુદાસ બેચરદાસભાઈ પારેખે લખેલ ગુજરાતી વિવેચનનો પણ સહારો લીધેલ છે. તેથી તે સર્વેનો આભાર માનું છે.
કોઈ કોઈ સ્થાને સમ્યક્ત્વ સપ્તતિકાની મૂળ ગાથાઓ પણ આધાર રૂપે સાક્ષીભૂત તરીકે આ વિવેચનમાં ખાસ આપી છે. વધુ અભ્યાસાર્થીએ તે ગ્રંથ અવશ્ય પઠન-પાઠન કરવા યોગ્ય છે. વધારેમાં વધારે શુદ્ધિનું લક્ષ્ય રાખવા છતાં મતિમન્દતા, બીન ઉપયોગદશા અને છબસ્થતા આદિના કારણે કંઇ પણ ભૂલ થઈ ચુકી હોય તો વાંચનારા વર્ગને વિનંતિ કે ક્ષમા કરજો અને સત્વરે અમને ભૂલ જણાવશો. જેથી બીજી આવૃત્તિમાં તે નીકળી જાય.
સુંદર મુફ રીડીંગ કરવા બદલ પંડિત શ્રી રતિલાલ ચીમનલાલભાઈનો, અને સારું તથા સુઘડ છાપકામ વગેરે કરવા બદલ ભરત ગ્રાફિકસનો હું આભાર માનું છું.
૭૦૨, રામશા ટાવર્સ, ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, અડાજણ પાટીયા. સુરત-૩૯૫૦૦૯. ફોન : ૬૮૮૯૪૩
ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org