Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

Previous | Next

Page 6
________________ (પ્રસ્તાવના ત્માના અનંતગુણો છે. તે સર્વગુણો કર્મોથી અવરાયેલા છે. તેની પ્રગટતા માટે આ આત્માએ ધર્મપુરુષાર્થ કરવો અતિશય આવશ્યક છે. ધર્મપુરુષાર્થ કરતાં કર્મોનો ક્ષય થતાં આત્માના ગુણો પ્રગટ થાય છે. તે સર્વગુણોની પ્રાપ્તિમાં કારણભૂત અને ધર્મપુરુષાર્થના પ્રથમ પગથીયા સ્વરૂપ “સમ્યકત્વ” ગુણ છે. સમ્યકત્વ ગુણ પામ્યા વિના નવપૂર્વાદિનું જ્ઞાન, માખીની પાંખ પણ ન દુભાય એવું ઉત્કટ ચારિત્ર તથા શ્રાવક અને સાધુનાં વ્રતો પણ કર્મક્ષયનું કારણ બને એવા લેખામાં ગણાતાં નથી તેથી તે “સમ્યકત્વ” પ્રાપ્ત કરવું એ પ્રથમ જરૂરીયાતનું છે. કર્મગ્રંથાદિના અભ્યાસમાં પહેલા ગુણઠાણે વર્તતો જીવ યથાપ્રવૃત્તકરણ અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ કરવા દ્વારા સમ્યક્ત પામે છે. તે સમ્યકત્વ જે આત્માઓને પ્રાપ્ત થયું હોય તેનું જીવન કેવું હોય? તે જીવમાં સમ્યક્ત્વ આવ્યું છે એવું શા શા લક્ષણોથી જાણવું ? તથા આવેલું સમ્યકત્વ કેવી રીતે ટકે, શોભા પામે, ઝળકે ઇત્યાદિ વિષયોને જણાવતી આ સક્ઝાય છે. આ સઝાય ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય આદિ અનેક બિરૂદ ધરાવનારા અને જૈનદર્શનના વિવિધ સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિષયોને પ્રકાશમાં લાવવા અનેક શાસ્ત્રો સર્જનારા પૂજ્ય શ્રી યશોવિજયજી મહારાજાએ બનાવી છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની પૂર્વે થયેલા અને ૧૪૪૪ ગ્રથોના રચયિતા સૂરિપુંગવ તાર્કિકશિરોમણિ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે સમ્યકત્વ ગુણના આ ૬૭ બોલને સમજાવતો પ્રાકૃત ભાષામાં પદ્ય રૂપે શ્રી “સખ્યત્વ સપ્તતિકા” નામનો ગ્રન્થ બનાવેલ છે. તેના ઉપરથી જ પૂ. ઉપાધ્યાયજી મહારાજે આ સઝાય બનાવી છે. પૂ. હરિભદ્રસૂરિજી મહારાજે બનાવેલી સમ્યકત્વ સપ્તતિકા” ઉપર શ્રી રુદ્રપલ્લીય ગચ્છમાં થયેલા આચાર્ય શ્રી ગુણશેખરસૂરિજીના શિષ્ય શ્રી સંઘતિલકઆચાર્ય સંસ્કૃત ટીકા બનાવેલી છે. આ ટીકાની રચના વિક્રમ સંવત્ ૧૪૨૨માં થયેલી છે. ટીકાકારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 210