________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ ન્યાયાચાર્ય-ન્યાયવિશારદ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત શ્રી સમકિતના સડસઠ બોલની સઝાય સુકત-વલ્લી-કાદંબિની, સમરી સરસ્વતી માત, સમકિત સડસઠ બોલની, કહીશું મધુરી વાત. ૧.
પુણ્યરૂપી વેલડીને વિકસાવવામાં વરસતા વરસાદ તુલ્ય એવી સરસ્વતી માતાનું સ્મરણ કરીને સમ્યક્તના સડસઠ બોલની મીઠી-મધુરી વાત (આ સઝાયમાં) અમે કહીશું. ૧.
વિવેચન : પુણ્ય બે પ્રકારનું છે. (૧) દ્રવ્યપુણ્ય અને (૨) ભાવપુણ્ય, (૧) સાતવેદનીયાદિ ૪૨ પુણ્યપ્રકૃતિઓ તે દ્રવ્યપુણ્ય કહેવાય છે.જે કર્મરૂપ છે. શુભ મન-વચન અને કાયાના યોગોથી બંધાય છે.અને જેના ઉદયકાળે જીવો સંસારના સુખે સુખી - આનંદિત થાય છે. (૨) જ્ઞાનાવરણીય તથા મોહનીય કર્મનો જે ક્ષયોપશમ તે ભાવપુણ્ય કહેવાય છે. આ ભાવપુણ્ય એ કર્મસ્વરૂપ નથી. પરંતુ પૂર્વબદ્ધ કર્મોની મંદતાલઘુતારૂપ છે. આ ભાવપુણ્યથી જીવ ગુણવાન, જ્ઞાની સુવાદિનો પાક્ષિક અને વૈરાગ્યવાન બને છે. આત્માને પુનાતિ = પવિત્ર કરે તે પુણ્યને ભાવપુણ્ય કહેવાય છે. દ્રવ્યપુણ્ય મોક્ષને અનુકૂળ મનુષ્ય ભવાદિ સામગ્રી આપનાર હોવાથી અપેક્ષાએ ઉપાદેય છે. અને ભાવપુણ્ય તો ઘાતિકર્મના ક્ષયોપશમાત્મક હોવાથી (કર્મસ્વરૂપ ન હોવાથી) અર્થાત્ ગુણસ્વરૂપ હોવાથી સવિશેષ ઉપાદેય છે. તેથી તેવા પ્રકારના પુણ્યને વધારવામાં જે સહાયક એવી સરસ્વતી માતાનું સ્મરણ એ મંગલાચરણ સ્વરૂપ છે.
જેમ ઉગેલી વેલડીને વધારેને વધારે વિકસાવવામાં વરસતો વરસાદ કારણ છે. તેમ પુણ્યને વધારવામાં સરસ્વતી માતાનું સ્મરણ કારણ છે. તેથી પુણ્યરૂપી વેલડીને વિકસાવવવામાં વરસતા વરસાદની તુલ્ય એવી આ સરસ્વતી માતાનું ગ્રન્થના પ્રારંભમાં હું સ્મરણ કરું . ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org