Book Title: Samkitna Sadsath Bolni Sazzay
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
શ્રદ્ધા તે સમ્યક્ત. અનાદિકાલીન મોહાધીન આત્માને આ સમ્યત્ત્વની પ્રાપ્તિ અતિશય દુર્લભ છે. તેથી તેની વાર્તા અહીં સમજાવીશું.
સમ્યત્વની આ વાત “મધુરી-અર્થાત્ મીઠી” છે. આત્માના કલ્યાણને કરનારી છે. અનાદિકાલીન મોહનીય કર્મની જાળમાંથી મુક્ત કરાવનારી છે. માટે હિતાર્થી આત્માઓને આ વાર્તા સાકર અને અમૃતથી પણ અતિશય મધુર લાગે છે. આ સમ્યકત્વની વાર્તા સમાન અન્ય કોઈ વાર્તા આ સંસારમાં મધુર નથી, કારણ કે જે મધુર હોય પણ કલ્યાણ ન કરે તે પારમાર્થિકપણે મધુર કહેવાય નહીં. અને જે મધુર ન હોય, કદાચ કડવી પણ હોય પરંતુ પરિણામે કલ્યાણ કરનારી હોય તે વાસ્તવિક મધુર છે. સમ્યત્ત્વગુણની આ વાર્તા વારંવાર સાંભળવાથી આત્મામાં સમ્યત્ત્વગુણ પ્રગટ થાય છે. જેનાથી આ આત્માનું સાંસારિક જીવન, ધાર્મિક જીવન, લોકવ્યવહારનું જીવન અને રાષ્ટ્રાદિની સાથેનું જીવન ઘણું જ ઉચ્ચકોટિનું પરમ પવિત્ર બને છે. અને તેનાથી ભવોભવમાં આ આત્માનું કલ્યાણ જ થતું જાય છે. તેથી આના કરતાં મધુર બીજું કંઈ જ નથી. આવી પરમ મધુરી સમ્યકત્વગુણની વાર્તા અમે આ સઝાયમાં લખીશું. ૧.
સમકિત દાયક ગુરુતણો, પથ્યવયાર ન થાય, ભવ કોડાકોડે કરી, કરતાં સર્વ ઉપાય. ૨.
સમ્યકત્વ આપનાર ગુરુજીની પ્રતિ-ઉપકાર કરોડો ભવો દ્વારા ભિન્ન ભિન્ન સર્વ ઉપાયો કરવા છતાં થઈ શક્તો નથી. ૨.
“સખ્યત્વ” એ આત્માના સર્વ ગુણોની પ્રાપ્તિનું પ્રધાનતમ અને પ્રથમ કારણ છે. તે આવે તો જ બધી જ ક્રિયા સંવર-નિર્જરા અને મુક્તિનો હેતુ બને છે. એટલે આત્માને વધારેમાં વધારે મીઠી વસ્તુ જો કોઈ હોય તો તે આ સમ્યકત્વગુણ છે. આ કારણથી આવી મીઠી મનગમતી આત્માના કલ્યાણને કરનારી સમ્યક્તરૂપી અપૂર્વ વસ્તુ આપનારા ગુરુજીનો આપણા ઉપર પરમ ઉપકાર છે. જે ગુરુજી પાસેથી સમ્યક્ત પ્રાપ્ત થાય એ ગુરુજીએ આપણી જિંદગી સુધારી, ભવોભવ સુધાર્યા, સંસારનું પર્યટન અટકાવી આપ્યું. આત્માને મુક્તિની અત્યન્ત સમીપ કર્યો. આવા પરમ ઉપકાર કરનારા તે ગુરુજીનો પ્રતિઉપકાર (બદલો)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org