________________
સમારેહના અતિથિવિશેષ શ્રીમાનું કેશવલાલ ચુનીલાલ શાહ
સૌરાષ્ટ્રના સપૂતોની હરોળને શોભાવનાર શ્રીમાન કેશવલાલ ભાઈને જન્મ તા. ૨૩–૪–૧૭ના રોજ લીંબડી મુકામે થયો હતો. પિતા ચુનીલાલ ચત્રભુજ શાહ કાયદાના નિષ્ણાત હોવા સાથે ધર્મ પરાયણવૃત્તિના હતા, માતા ઝવેરીબહેન પણ ધર્મના રંગે રંગાયેલા હતા, એટલે શ્રી કેશવલાલભાઈને ઉછેર ધાર્મિક વાતાવરણમાં થયો. તેમને બે મોટાભાઈ ત્રણ નાનાભાઈ તથા એક નાની બહેન હતાં.
તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સુરેન્દ્રનગરમાં લીધું અને ત્યાર બાદ રાજકોટ જઈ દિવિજય આર્ટસ્ એન્ડ સાયન્સ કોલેજમાં ઈન્ટર સુધીનો અભ્યાસ કર્યો. ત્યાંથી મુંબઈ આવી બે વર્ષ કાયદાનો અભ્યાસ કરી સને ૧૯૪૫માં એલ. એલ. બી. થયા અને બાર-કાઉન્સિલમાં જોડાયા, પરંતુ તેમનું આંતરિક વલણ વ્યાપાર તરફ હોઈ એડવોકેટ તરીકે પ્રેકટીસ ન કરતાં “ઈસ્ટર્ન ઈન્ડસ્ટ્રીયલ સીન્ડીકેટ' નામની વ્યાપારી પેઢી ઊભી કરી પિતાના ત્રણ બંધુઓ સાથે તેમાં કામ કરવા લાગ્યા. પ્રામાણિક્તા, ખંત અને કર્તવ્યનિષ્ઠાને લીધે થેડા જ વખતમાં આ પેઢીએ સારી પ્રગતિ કરી, પરંતુ શ્રી કેશવલાલભાઈની મહત્વાકાંક્ષી દીર્ઘદૃષ્ટિને આથી સંતોષ ન થયો, એટલે તેમણે આ પેઢીથી છૂટા પડી સને ૧૯૭૦ની સાલમાં ઇલેકટ્રીક મશીન બનાવનારી “પાવર એન્ડ કોલ ટ્રાન્સફોર્મર ઈન્ડસ્ટ્રીઝ પ્રા. લિ.” તથા “પટીલ ઇલેકટ્રોનિકસ પ્રા. લિ.” તથા “ચેતન સવીચગીયર ઈન્ડસ્ટ્રીઝ” નામની ત્રણ પેઢીઓ ઊભી કરી, જેના તેઓ મેનેજીંગ ડાયરેકટર છે. આ પેઢીઓ ઉપરાંત તેઓ “સી. ટી. આર. મેન્યુફેકચરીંગ ઈન્ડસ્ટ્રીઝ પ્રા. લિ.” તથા “મે. પોલસન લિ.ના પણ ડાયરેકટર