________________
સગુa. શરણં મમ
ફળ કરતાં બીજનું મૂલ્ય અધિક છે.
પરમ અને ચરમ સુખ એ ફળ છે, જ્યારે ગુરૂશરણ | સમર્પણ એ બીજના સ્થાને છે. ગુરૂની તાકાત કરતાં પણ સદ્ગુરૂની તાકાત અનેક ગણી વધારે છે. માત્ર શરીર અને મનની કાળજી કરે તેને ગુરૂ કહેવાય, જ્યારે આત્માની કાળજી કરે તેને સદ્ગુરૂ કહેવાય...
ગુરૂ ક્યારેક આત્માને ગૌણ કરીને શરીરને-મનને પ્રાધાન્ય આપે છે
જ્યારે સદગુરૂ એ શરીર અને મનને ગૌણ કરીને આત્માને પ્રાધાન્ય આપે છે. અર્થાત્ ગુરૂ આત્માના ભોગે શરીર અને મનને સાચવે છે. જ્યારે સશુરૂ આત્માના ભોગે શરીર અને મનને ક્યારેય ન સાચવે, પરંતુ શરીર અને મનના ભોગે આત્માને જરૂર સાચવે પ્રાયઃ કરીને તમામ ધર્મોમાં અપેક્ષાએ દેવ કરતાં પણ ગુરૂને વધારે મહત્ત્વ આપ્યું છે.
કબીર તો ત્યાં સુધી જણાવે છે કે
હરિ રૂઠે ગુરૂ ઠોર હૈ, ગુરુ રૂઠે નહીં ઠોર...” અર્થાત્ ભગવાન કદાચ કોપાયમાન થઇ જાય તો
ગુરૂ દ્વારા હુંફ મળી શકે પરંતુ
જો ગુરૂ રૂઠી જાય તો સાધક માટે હુંફનું કોઇ જ સ્થાન રહેતું નથી... ગુરૂનું બહુમાન એ હૃદયગત છે જ્યારે ભક્તિ એ બાહ્ય દ્રષ્ટિગત છે. બહુમાન હોય તો ભક્તિ અવશ્ય આવે જ... જૈન-જૈનેતર દર્શનોમાં ગુરૂભક્તિના પ્રભાવે આત્મિક ગુણોનો ઉઘાડ કરનારા અનેક આત્માઓ છે. જેવા કે-અનંત લબ્ધિ નિધાન શ્રી ગૌતમસ્વામિ મહારાજા આદિ. અગ્યારે ગણધર ભગવંતોએ પરમ ગુરૂની ભક્તિના પ્રભાવે અને કૃપાના પ્રભાવે અંતર્મુહૂર્ત માત્રમાં દ્વાદશાંગીની રચના કરી દીધી... તથા તાર્કિક શિરોમણિ પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજા, કલિકાલ સર્વજ્ઞ પૂજ્ય હેમચંદ્રસૂરિ મહારાજા, મહોપાધ્યાય પૂજ્ય શ્રી યશોવિજયજી મહારાજા,