________________
બાલકાણુડ
ભૂતળ ઉપર પેદા થઈ શકે; છતાં એ રાજા રામને યશને જીતી ન શકે એવું બને. રામને કેઈ જીતી શકશે તો તે રામને ઉપાસક જ. જે પૂર્ણપણે રામનાં ઉદાર ચરિત્રોને પિતાને આદર્શ બનાવી, તે પ્રમાણે પિતાનું જીવન ઘડશે, અને એ અર્થમાં રામરૂપ થશે તે જ રામને જીતશે.
૩. ભારતવર્ષના ક્ષત્રિમાં ઈક્વાકુ કુળ અત્યંત પ્રતાપી થઈ ગયેલું જણાય છે. જે જે પ્રતાપી રાજાઓની જન્મ
કીતિ હિંદુસ્તાનની પ્રજાઓ ગાય છે તેમાંના - અનેકની વંશપરંપરા ઇક્વાકુ કુળ સાથે જોડવામાં આવે છે. સગર, દિલીપ, ભગીરથ, હરિશ્ચંદ્ર
૧. સૂર્યવંશી ક્ષત્રિયોને આદિપુરુષ. વિવસ્વન (સૂર્ય)ને પુત્ર મનું અને મનુનો પુત્ર ઈવાકુ એવી કથા છે. ગીતામાં ચોથા અધ્યાયના પહેલા કલેકમાં જે વિવસ્વાન અને મનનાં નામ છે તે આ જ. ઈવાકુ વંશની આગળ જતાં ઘણી શાખાઓ પડી ગઈ રામનું રઘુકુળ એમાંની એક શાખા. રઘુના વંશજે તે રાઘ; માટે રામને રાઘવ, રઘુપતિ વગેરે ઉપનામો દેવાય છે.
૨. સગર, દિલીપ, ભગીરથ – રાઘવના પૂર્વજો – જેમણે અનેક વર્ષો સુધી પ્રચંડ પ્રયત્ન કરી ગંગાને ભારતવર્ષમાં વહેતી કરી. એમાં સૌથી મોટો અને યશસ્વી પ્રયત્ન ભગીરથ રાજાનો હતો. તે ઉપરથી
ભગીરથ” શબ્દ બહુ ભારે પ્રચંડ એ અર્થમાં “પ્રયત્ન'ના વિશેષણ તરીકે વપરાય છે.
૩. હરિશ્ચંદ્ર – સત્યવાદી. પરાક્રમમાં પાછા હઠવું નહીં, અને એક વાર કરેલી પ્રતિજ્ઞા પ્રાણ જતાં ચે તેડવી નહીં, એ રઘુવંશી ક્ષત્રિયોને કુલધર્મ ગવાયો છે. રઘુકુ રીતિ સદા વ િગાવી કાળ ગાય ઘર વપન ને નાગી છે ( તુલસીદાસ )