________________
યુદ્ધપવ
૧૦૯
એમનાં ખૂન કર્યાં. એમાં ધૃદ્યુમ્ન, દ્રૌપદીના પુત્રો વગેરે માર્યાં ગયા. કૃષ્ણે દીઘદિષ્ટથી પાંડવાને એ તબૂમાં રાતવાસા ન કરવા સલાહ આપી હતી, એટલે તેએ પાતે ત્યાં રહ્યા ન હતા. તેથી માત્ર એટલા જ ખેંચી ગયા.
૧૪. આ રીતે કૃષ્ણના સુકાન તળે રહી પાંડવા આ રણુ-નદી તરી ગયા ખરા, પણ એ છત હાર કરતાં ઊજળી નહાતી. પાંડવપક્ષમાં પાંચે ભાઈ, કૃષ્ણ અને સત્રજિત યાદવ એ સાત, અને કારવપક્ષમાં કૃષ, અશ્વત્થામા અને કૃતવર્મા એ ત્રણ ખાકી રહ્યા.
૧૫. લડાઈ પૂરી થયા પછી યુધિષ્ઠિર પશ્ચાત્તાપ કરવા લાગ્યા. રાજ્ય સ્વીકારવાની એણે ના પાડી. કૃષ્ણે એને ઘણા સમજાવ્યા, પણ એના મનનું સમાધાન થયું નહી. છેવટે કૃષ્ણે એને રણક્ષેત્રમાં ઘાયલ થઈ પડેલા ભીષ્મ પાસે લઈ ગયા. એણે કરેલા રાજધમ અને મોક્ષધર્મના ઉપદેશથી યુધિષ્ઠિરનું સમાધાન થયું અને એ રાજ્ય સ્વીકારવા કખલ થયા. એને અભિષેક કરી તથા અશ્વમેધ કરવાની સલાહ આપી કૃષ્ણ સહેજ નવરા પડે છે એટલી વારમાં વળી એક ખીજું સંકટ પાંડવા પર આવ્યું. યુદ્ધમાં પાંડવાના સર્વે પુત્રો માર્યા ગયા હતા, માત્ર અભિમન્યુની વિધવા ઉત્તરા તે વખતે સગર્ભા હતી. એના ઉપર જ વંશના વિસ્તારના આધાર રહ્યો હતા, પણ છેલ્લે અશ્વત્થામાએ ગભ ઉપર પણ બ્રહ્માસ્ત્ર નાખી એને મારી વૈષ્ણુવાસ્ત્ર, અગ્ન્યાસ્ત્ર
પરિક્ષિતપુનર્જ્જીવન
૧. ભારતયુદ્ધમાં બ્રહ્માસ્ત્ર, નારાયણાસ્ત્ર, વગેરે અનેક અસ્રોનાં નામ આવે છે, એમ મનાય છે કે એ મંત્ર