Book Title: Ram ane Krishna
Author(s): Kishorlal Ghanshyamlal Mashruwala
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 124
________________ ૧૦૭ યુદ્ધપર્વ ૯ ભીષ્મ પછી દ્રોણાચાર્યને કૌરનું સેનાપત્ય મળ્યું. ત્યાર પછી ત્રીજે દિવસે અર્જુનને પુત્ર અભિમન્યુ અતિશય - વીરતા દાખવી રણમાં પડ્યો, તે રાત્રે અને દ્રોણનું સેનાધિપત્ય પ્રતિજ્ઞા કરી કે બીજા દિવસના સૂર્યાસ્ત આ પહેલાં દુર્યોધનના બનેવી જ્યદ્રથને વધ ન થાય તે પોતે ચિતામાં બળી મરે. બીજે દિવસે જયદ્રથનું રક્ષણ કરવા કૌરેની વ્યુહરચના મંડાઈ. પણ છેવટે પિતાની જ ગફલતીથી છેક સૂર્યાસ્ત સમયે તે માર્યો ગયે અને અર્જુનની પ્રતિજ્ઞા પાર પડી. આથી ક્રોધે ભરાઈ કૌરવોએ રાત્રિયુદ્ધ શરૂ કર્યું. કણે જોરથી પાંડ પર હલ્લો કર્યો. પણ ભીમનો પુત્ર ઘટત્કચ રાત્રિયુદ્ધમાં કુશળ હતો. એણે કૃષ્ણની સલાહથી રાક્ષસી માયા રચી. કૌર પર પથરા વગેરેની વૃષ્ટિ કરી ખૂબ ઘાણ વાળે; એટલે કણે એના ઉપર પિતાની અમેઘ શક્તિ નાખી એને અંત આણ્યો. કર્ણને એવું વરદાન હતું કે એ શક્તિ જેના ઉપર એ નાખે તેને અવશ્ય વધ થાય, પણ એ શક્તિને એનાથી એક જ વાર ઉપયોગ થઈ શકે. એ શક્તિને એ અજુન સામે ઉપયોગ કરવા ધારતું હતું, પણ એ શક્તિ ઘટેકચ ઉપર વપરાઈ જવાથી અર્જુન એ વિષે ભયમુક્ત થયો. ૧૦. બીજે દિવસે કોણે દ્રૌપદીના પિતા તથા ત્રણ ભાઈઓને ઠાર કર્યા. આથી દ્રૌપદીના મેટા ભાઈ ધૃષ્ટદ્યુમ્ન A તથા દ્રોણ વચ્ચે દારુણ યુદ્ધ ચાલ્યું. પાંચ 1 દિવસના સતત શ્રમથી થાકી ગયેલા કોણે છેવટે પિતાનાં શત્રે મૂકી દીધાં અને ક્ષણ વાર સમાધિ લગાવી. તે અવસર જેઈ ધૃષ્ટદ્યુમ્ન દ્રોણનું માથું ઉડાડી દીધું.

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152