________________
ઉત્તરપર્વ
૧૧૫ નમસ્કાર કરી કૃષ્ણ શહેર બહાર નીકળ્યા અને એક ઝાડને અઢેલી ડાબી સાથળને ઊભી રાખી, તે ઉપર જમણો પગ મૂકી બ્રહ્માસન વાળી બેઠા. એટલામાં એક ભલે કૃષ્ણના પગના તળિયાને મૃગનું મોં સમજી તે ઉપર તાકીને બાણ માયું. આ રીતે આ મહાન પુરુષને ઓચિંતે અંત આવ્યો.
૭. શ્રીકૃષ્ણનું આખું ચરિત્ર નિઃસ્વાર્થ લેકસેવાનું અનુપમ દષ્ટાન્ડ છે. જમ્યા ત્યારથી તે લગભગ સે કે
- સવાસો વર્ષ સુધી એમણે કદીયે નિરાંત વાળી કૃષ્ણમહિમા
નથી. બાળપણને ગરીબીમાં પારકાને ઘેર કાવ્યું; પણ એ બાળપણને પણ એમણે એવી સુંદર રીતે દીપાવ્યું કે ભારતવર્ષને માટે ભાગ એ બાળકૃષ્ણની ઉપર જ મુગ્ધ થઈ માત્ર એટલા જ જીવનને પણ અવતાર માનવામાં પિતાને કૃતાર્થ થતે સમજે છે. એમની યુવાવસ્થા માતાપિતાની સેવામાં, રખડતાં સ્વજનેને એકત્ર કરી એમનામાં નવું જીવન જગાડવામાં, પિતાના પરાક્રમથી નિ સહાય રાજાઓને મદદ કરવામાં અને સામ્રાજ્યની રાજાઓને સંહાર કરવામાં ગઈ એમના આયુષ્યને ત્રીજે કાળ એમણે તત્વચિંતન અને જ્ઞાનપ્રાપ્તિમાં ગાળે. આ પછી તેમણે યુદ્ધ કરવાનું છેડી દીધું, તે પણ પિતાના ચાતુર્યથી ન્યાયીને ન્યાય આપવામાં એમણે પાછી પાની કરી નથી. એમને જ લીધે નરકાસુરના પંજામાંથી અબળાઓને છુટકારે થયે, જરાસંધને પુરુષમેધ અટક્યો અને પાંડવોને ન્યાય મળ્યો. ભારેમાં ભારે રાજ્યખટપટ કરતાં છતાંયે એમણે મશ્કરીમાં