________________
૧૦
રામકૃષ્ણ ૬અને તેથી કૃણની સાથે રહેતાં આપણને સંકેચ નથી લાગતું. બાળકૃષ્ણ ધારી આપણે એને મેળામાં રમાડી શકીએ કે માખણ માટે નચાવી શકીએ, અથવા વાછડા થઈ એના પગને ચાટી શકીએ, કે આપણી પીઠ ઉપર પિતાનું માથું ટેકવી કે આપણાં ગળાને બાઝી હેત કરતે કલ્પી શકીએ. આપણે પવિત્ર હેઈએ કે અપવિત્ર, એ આપણે તિરસ્કાર કરવાનું નથી. આપણે એકળે મને એના ભાણામાં બેસી જમી લઈએ. આપણે સાથે ફરતાં હોઈએ તે એનાથી મર્યાદાપૂર્વક દૂર ચાલવાની જરૂર નથી. એને ખભે આપણે હાથ અને આપણે ખભે એને હાથ. રામને પિતાના સારથિ કરવાની સુગ્રીવ કે વિભીષણની કાંઈ હિંમત થાય? પણ કૃષ્ણને એમ કહી શકાય. રામના દર
બારમાં જનારે દરબારીની રીતભાત જાણવી જોઈએ, પણ કૃષ્ણના તે ઠેઠ અંતઃપુર સુધી ચીંથરિયે સુદામે પહોંચી જાય અને તેના પલંગ પર ચડી જાય. રામને “આપ” કહી સંબોધવું જોઈએ, પણ કૃષ્ણ તે “તું” ને અધિકારી. કૃષ્ણની ભક્તિને રસ આપણે એના દાસ થઈને ન લઈ શકીએ. ઉદ્ધવ જે કોઈ દાસ થવા જાય છે તે પણ ઠેઠ એના હૃદય સુધી પહોંચનારે વિશ્વાસુ મિત્ર બની જાય. સમાનતા સિવાય બીજો હકક એ માને જ નહીં. કૃષ્ણના દરબારમાં એક જ જાજમ હેય. એને ત્યાં ડાબે હાથે અમુક અને જમણે હાથે બીજે એ શિષ્ટાચાર ન હોય. એની પાસે તે ગેળ કુંડાળું કરીને જ બેસવાનું. એની પાસે ગંભીર જ્ઞાનની ગેઝીએ જ નિરંતર સાંભળવા મળશે એમ ન કહેવાય.