Book Title: Ram ane Krishna
Author(s): Kishorlal Ghanshyamlal Mashruwala
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 150
________________ રામ-કૃષ્ણ સ્ત્રીત્વની પૂર્ણતા તે પ્રાપ્ત ન થાય, પણ પુરુષાર્થ એ છે થાય અને સ્ત્રીને શેભનાર અને પુરુષને એખ લગાડનાર હાવભાવ જ માત્ર ઊતરે. એથી ભેગવૃત્તિ પણ ઉશ્કેરાય અને અત્યંત દઢ જાગૃતિ ન હોય તથા ભક્તિની ઉત્કટતા ન હોય તે અધઃપાત પણ થયા વિના રહે નહીં. કૃષ્ણની રાધા અથવા ગેપી તરીકે ઉપાસના કરનાર અનેક ભક્તો હિંદુસ્તાનમાં થઈ ગયા છે. એ સનાં ચરિત્રે તપાસતાં એમાંથી બ્રહ્મચારી, વીર, વિલાસ માટે ઉદાસીન, એવા ઘણા ચેડા જણાશે. એથી ઊલટું, પ્રસિદ્ધ રામભક્તો જેવા કે હનુમાન, રામદાસ, તુલસીદાસ વગેરે બ્રહ્મચર્ય, શૌર્ય, પુરુષાર્થ, વૈરાગ્ય વગેરે માટે પંકાયેલા છે. ગેપીની ભક્તિ જેવી મીરાંબાઈમાં શોભે છે તેવી પુરુષમાં ન જ શોભે, અને સંન્યાસીઓમાં તેથીયે ઓછી. ૧૨. જીવન ઉત્સવરૂપે મનાય એ સ્થિતિ સારી છે. ચણ ઉત્સવ એ ભેચ્ય વસ્તુ તરીકે મનાવાને પણ સંભવ છે. જ્યાં સુધી આપણે જીવનને તડકે જે જ નથી ત્યાં સુધી જીવનને ઉત્સવ ગણવામાં જ આપણને સુખ લાગશે; પણ જ્યારે છાંયડો જાય ત્યારે પણ એ ઉત્સવરૂપે જ મનાય તે જ જીવનને ઉત્સવ કહે યથાર્થ ગણાય. જે ક્ષણે દુઃખ એ અનિષ્ટ લાગે તે ક્ષણે આપણે અધઃપાત છે. ભક્તિ (ગ) મુક્તિને વિધી નથી એ વિચાર – ભક્તિ અને મુક્તિ બેય સાધવાની લાલસા – એ જીવનને ઉત્સવ માનવાનું પરિણામ છે.

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152