________________
રામકૃષ્ણ ૧૩. માટે કૃષ્ણની ઉપાસના કૃણ જેવા થવાની આકાંક્ષાથી થવી જોઈએ. કૃષ્ણ જેવા ધર્મનિષ્ઠ, સત્યપ્રિય, અધર્મના વૈરી, અન્યાયના ઉચ્છેદક, શૂર, પરાક્રમી, સાહસિક, ઉદાર, બળવાન, બુદ્ધિમાન, વિદ્વાન, જ્ઞાની અને એગી છતાં વાત્સલ્યપૂર્ણ, નિરભિમાની, નિઃસ્વાથી, નિસ્પૃહી, સર્વને સમાનતાને હક્ક આપનાર, અત્યંત શરમાળ માણસને પણ નિઃસંકેચ કરનાર, ગરીબના - દુખિયાના – શરણાગતના બેલી, પાપીને પણ સુધારવાની આશા પ્રગટાવનાર, અધમને પણ ઉદ્ધારનાર, દરેકની પ્રકૃતિનું માપ લઈ તે પ્રમાણે તેની ઉન્નતિને ક્રમ જનાર, બાળક જેવા અકૃત્રિમ–આવું આપણું ચારિત્ર્ય હોય તે જ આપણે કૃષ્ણ પાસના સાચી. ભૂતમાત્રને માટે નિઃસીમ કરુણા, પ્રેમ, દયા, ધર્મકર્મ કરવા સદૈવ તત્પરતા, પિતાની સર્વાગી ઉન્નતિ કરવાની આકાંક્ષા, એ સર્વને માટે સંપૂર્ણ પુરુષાર્થ કરવાની વૃત્તિઃ એ એ સ્થિતિને સાધનમાર્ગ છે.