________________
૧૨૮
રામકૃષ્ણ જીવનનાં કર્તવ્ય બજાવવા માટે મૂકપણે હેમી દેવું–જેને પિતાનાં તરીકે માન્યાં તેમનું પણ એ જીવનયજ્ઞમાં બલિદાન કરવું, એ રામ-ચરિત્રનું તાત્પર્ય છે. રામની પિતૃભક્તિમાં, ગુરુભક્તિમાં, પત્નીવ્રતમાં, બંધુપ્રેમમાં, પ્રજાપાલનમાં –
જ્યાં જોઈએ ત્યાં રામ એ જીવનયજ્ઞના યજમાન અને વ્રતધારી જણાય છે. એમણે કદીયે જીવનને રમતગમતને અખાડે નથી બનાવ્યું. બે ઘડીનાં ગપ્પાને એમના સમયપત્રકમાં સ્થાન નથી. એમનાથી, કે એમની આગળ, કદી હાંસીમશ્કરી ન થાય. એમના મુખ પરથી ગંભીરતાની છટા ઊતરે જ નહીં. વસિષ્ઠ, કૌશલ્યા, દશરથ એમનાં ગુરુજને ખરાં, પણ એમની ધાર્મિકતા, ગંભીરતા અને દઢ નિશ્ચિતતાને પ્રભાવ એમની ઉપર પણ છાપ પાડ્યા વિના રહે નહીં. કેવી આજ્ઞા કરવી તે એમણે વિચારવું જ જોઈએ. રામન રે મેરેમમાં મહારાજપદ ઝળકી ઊઠે છે. એમના દરબારમાં ઊભા રહેનારને પિતા ઉપર અસત્ય, અપવિત્રતા કે અન્યાયને વહેમ સરખે ન આવે એટલા શુદ્ધ થઈને જ જવું પડે. એ દિવ્ય કસોટી જ કરાવે. એમની ન્યાયવૃત્તિ પત્ની કે બંધુ કોઈને જુએ નહીં. એમના હૃદયમાં સ્વજન માટે અત્યંત પ્રેમ ખર; એ પ્રેમને લીધે એ ભક્તને માટે લંકાધીશને મારવાને જેટલાં પુરુષાર્થ અને પરાક્રમ જોઈએ તેમાંથી રતીભાર પણ ઊણપ આવવા દે નહીં પણ છતાંયે પ્રેમને વશ થઈ એ બધું કરે, તેના કરતાં કર્તવ્યની–સત્ત્વરક્ષાની – ભાવનાને વિશેષ પ્રાધાન્ય આપતા એ જણાય. એમના અંતરમાં રહેલી ઊંડી પ્રેમની લાગણી ઉપરછલક.