________________
૧૨૨
કૃષ્ણ સમજાય છે. જ્યાં ભાઈઓ પણ મિલકતમાં ગણાય ત્યાં સ્ત્રીની પણ એ જ દશા હોય એમાં નવાઈ નથી.
નેધ ૮મી: દ્રૌપદીના વર– દ્રૌપદીનું ચારિત્ર એની વરયાચનામાં ઝળકી ઊઠે છે. એના પતિઓએ પુષ્કળ અપરાધઅધર્મ કર્યો હ, એના ઉપર સ્ત્રી જાતિ પર આવતું ભારેમાં ભારે સંકટ આણું મૂક્યું હતું, છતાં પણ તેથી એના પતિ પરના પ્રેમમાં એણે ન્યૂનતા ન આવવા દીધી. એ પ્રેમમાં હવે કૂતરાના જેવી સ્વામીભક્તિ નહોતી, પણ એક સ્વતંત્ર સ્ત્રીની પતિ માટેની લાગણી હતી. હવે દ્રૌપદી પત્ની –એટલે દાસી કે મિલકતનો ભાગ — રહી નહીં, પણ મિત્ર બની. પુત્રનું કછોરુપણું પણ માને વાત્સલ્યપ્રવાહ રેકી શકતું નથી; દ્રૌપદીની પતિ પ્રત્યેની લાગણી પણ તેવા જ પ્રકારની હતી. પ્રેમની એ જ રીત છે. એક વાર જેને આપણે અંતરથી ચાહો, તે ચાહને એના કોઈ પણ દેષ કે આપણે મેહ તલભાર પણ ઓછો કરે તે એ પ્રેમની કિંમત નથી.
ઉત્તરપર્વ નોંધ ૯મી: કપનું આળ મને એમ લાગે છે કે કૃષ્ણ પિતાનું જીવન નીચેના સિદ્ધાન્ત પર રચ્યું હતું?
(૧) કોઈ પણ માણસની સ્વાભાવિક પ્રકૃતિને પરાણે મરેડવામાં માલ નથી. રાજસી કે તામસી પ્રકૃતિના માણસ પાસે એકાદ વાર સાત્વિક વેગ કે ભીરુતાના ક્ષણિક જેસમાં અત્યંત ધીરજવાળા અને નિઃસ્પૃહી મનુષ્યથી સહન થઈ શકે એવા પરિણામવાળે ભારે ત્યાગ કરાવવાથી એનું ભલું જ થશે એમ ન કહેવાય.
(૨) જ્ઞાની ભારે સિદ્ધાંતને અમલ ન કરાવી શકે માટે એણે સમાજને ત્યાગ કર એ ઉચિત નથી. લેસંગ્રહાથે અજ્ઞાની એટલે