________________
કૃષ્ણ
પાંડવપર્વ નોંધ ૩જી: પુરુષમેધ – જે યજ્ઞમાં બલિ તરીકે માણસને મારવામાં આવે છે તેને નરેમેધ - પુરુષમેધ કહે છે. સર્વોપરી સ્થાન મેળવવા માટે રાજાઓ તેમ જ બ્રાહ્મણે આવો ભયંકર યજ્ઞ પ્રાચીન કાળમાં કરતા. વેદમાં હરિશ્ચંદ્ર અને શુના શેપની વાત છે. તેમાં હરિશ્ચંદ્ર શુનશેપને બલિ આપી વરુણદેવને સંતુષ્ટ કરવા માગે છે.
એક પ્રાચીન લેખક લખે છે – वृक्षांश्छित्वा, पशुन् हत्वा कृत्वा रुधिरकर्दमम् । यश्चेद्गम्यते स्वर्ग नरक: केन गम्यते ।।
વૃક્ષને કાપી, પશુઓને મારી, લેહીને કાદવ કરીને કરેલા ય વડે જે સ્વર્ગે જવાનું હોય, તે નરકમાં કોણ જતું હશે?
ધ ૪થી: રાજસૂય યજ્ઞ – સમ્રાટ અથવા ચક્રવર્તી રાજા પિતાના રાજ્યારોહણ સમયે (અથવા પાછળથી અન્ય રાજાઓની સંમતિથી ચક્રવત તરીકે સ્વીકારાય ત્યારે) આ યજ્ઞ કરતા.
અશ્વમેધ – જે રાજા અત્યંત બળવાન હોવાને દાવો કરતો હોય તે અશ્વમેધ કરતે. જે એનું બળ સર્વ સ્વીકારે અથવા સિદ્ધ થાય તે એ યજ્ઞ કરી શકે.
નોંધ પમી: અવથસ્નાન – હિંદુ જીવનને સર્વ સંસ્કાર, વિધિઓ અને વિશેષ ઉત્સવોની ઉજવણીમાં યજ્ઞ આવશ્યક ગણાય છે. પ્રત્યેક યજ્ઞની શરૂઆત તથા પૂર્ણાહુતિ સ્નાનથી થાય છે. ઉપવીત લીધા પહેલાં નાહવું પડે અને વિદ્યાયન પૂરું થાય ત્યારે પાછું નાહવું પડે. એ સ્નાતક કહેવાય. તે જ પ્રમાણે વિવાહ, પ્રેતક્રિયા વગેરે સર્વે સંસ્કારોમાં સ્નાન થાય છે. એ જ રીતે રાજસૂય વગેરે વિશિષ્ટ યની શરૂઆત તેમ જ પૂર્ણાહુતિ સ્નાનથી થાય છે. એ છેવટનું સ્નાન અવભૂથસ્નાન કહેવાય છે.