________________
૧૧૯
નોંધ દર્શન થાય અને બાહ્ય વ્યવહાર પાછળ કઈ ચેરીનો વ્યવહાર રહ્યો છે એવી એમને ગંધ પણ ન આવે એવું વાતાવરણ નિર્માણ કરવામાં છે. આપણે કેટલાંયે કુટુંબોમાં માની બાળકને ઇનામની લાલચ કે છેવટની ધમકી સારી કન્યા લાવવાની કે ન મળવા વિષેની હોય છે. બાળકોને કહેવાની આપણી કેટલીયે લેકકથાઓનું સાધ્ય રાજાની કુંવરી જોડે લગ્ન કરાવી આપવાનું હોય છે – જાણે પરણવું એ જ જીવનનું ધ્યેય હાયની શું? આપણા વિલાસી વિનોદ, રાજસી ભોજને, હલકી નવલકથાઓ, બીભત્સ નાટક અને સિનેમાઓ, નફટ જાહેર ખબર કેટલાયે કિશોરીકિશોરીઓનું જીવન પિતા તેમ જ સમાજને શાપરૂપ કરી મૂકે છે, એને વિચાર કરતાં હૃદય કંપી શકે છે. એ લકથાઓના કે નવલકથાઓના, નાટકોના કે સનેમાન, ઇતિહાસસંશોધકે ભલે સંગ્રહ અને સમાલોચના કરે; ધૂયાની માફક એમની પણ જરૂર છે જ. પણ જૂનું સમાજમાં પ્રાન થયેલું માટ આપવા જેવું જ એ વિચાર ભૂલભરેલું છે.
આપણા ભક્તો પણ એ જ વાતાવરણમાં કોછરેલા, એમના હૃદયમાંયે સૂમ રીતે વિલાસી વૃત્તિઓનાં બીજ રહેલાં, તે એમનાં ભજનમાં તરી આવ્યા વિના રહ્યાં નહીં. એમણે કૃષ્ણને સ્ત્રી માટે રિસતે, સ્ત્રી મળવાની લાલચે મના, ગેપાઓ જોડે સંકેતે કરતે, રાધા જોડે છૂપું લગ્ન કરી આવત એ બાળક અને વ્યભિચારી યુવાન ચીતર્યો છે અને એ સર્વેને “પરમેશ્વરની સર્વે લીલાઓ દિવ્ય અને નિર્ગુણ છે” એ માન્યતા તળે બચાવ કર્યો છે. એ બચાવમાં ખરી નિર્ગુણુતા અને દિવ્યતા એમની નિજ શ્રદ્ધાની જ છે. અસત્યમાંથી સત્યમાં જવાય છે એ ખરું, પણ તેથી અસત્ય એ સત્ય થઈ શકતું નથી તેમ એ સિદ્ધાંતમાંની શ્રદ્ધા મનુષ્યની અંશતઃ ઉન્નતિ કરે, પણ તેથી એ સિદ્ધાંત અચલ છે એમ ન કહી શકાય.