________________
પણ અસત્ય ભાષણ કર્યું નથી, ધર્મના પક્ષને છેડો નથી, વિજયમાંયે શત્રુને વિરોધ કર્યો નથી, એવી એમની પ્રતિજ્ઞા મહર્ષિ વ્યાસે ગાઈ છે, અને એની સાબિતી તરીકે પરીક્ષિતનું પુનરુજજીવન વર્ણવ્યું છે. આટલું છતાંયે એમના ઉપર જ્યાં અનીતિ કે કપટનું આળ ચડે એવું જણાય છે, ત્યાં ત્રણ કારણે છે; (૧) તે કાળની યથાર્થ હકીકત સમજવામાં કાંઈક ખામી, (૨) શ્રીકૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે એમ ઠરાવવા માટે જ્યારે સંપ્રદાયપ્રવર્તકને પ્રયત્ન થયે, ત્યારે ભગવાનને તે સત્કર્મ તેમ જ કુકર્મ બધું કરવાની છૂટ હેય, અને બધું કરતાં છતાં એ નિલેપ હય,– એ સિદ્ધાંત વાચકના મન પર ઠસાવવા માટે, કૃષ્ણને નીતિ તેમ જ અનીતિ બનેના આચરનારા તરીકે ચીતરવા માટે એમના જીવનમાં નવાં વૃત્તાન્ત જેડીજોડીને ઉમેરવામાં આવ્યાં. આ અતિશય અગ્ય થયું એમાં શક નથી. કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ બનાવવા જતાં સામાન્ય નીતિપરાયણ સજ્જનથીયે હલકા તેઓએ ચીતર્યા, અને (૩) કૃષ્ણકથા કેઈ અમૂર્ત વિચારની મૂર્ત રૂપકાત્મક કથા છે એમ ઉપલા હેતુથી જ સમજવાની કલ્પના શરૂ થઈ અને એ કલ્પનાના પિષનારાઓએ પિતે કપેલાં રૂપકને વધારે વિસ્તાર કરવા માટે એને અનુકૂળ વધારે કર્યો. દા. ત. રાધાવિવાહ, ગોપીઓ સાથેને કપેલે વ્યભિચાર સંબંધ, રાસલીલા એ બધાં રૂપક છે એમ વૈષ્ણવ વિચારકનું કહેવું છે. એમ હોય તો એ કથાઓ કાલ્પનિક છે એમ કરે છે.'
૧. જુઓ પાછળ નેધ ૯મી.