________________
ઉત્તરપર્વ
૧૧૩ એ રાજમદ ત્યાંથી ઊતરી સ્વજ્ઞાતિમાં ભરાયે. એમના પ્રભાવથી યાદવે સમૃદ્ધિને શિખરે પહોંચ્યા હતા. એમને “તું” કહેવાની કોઈની હિંમત ન હતી, એટલે એ પણ હવે છકી ગયા. માથે શત્રુ ન રહ્યા એટલે વિલાસી થયા. જૂગટું અને દારૂનું છડેચોક સેવન કરવા લાગ્યા. દેવપિતૃની નિંદા, અને પરસ્પર દ્વેષ દિવસે દિવસે વધવા લાગ્યાં. સ્ત્રીઓની ઉપર નિર્લજ્જપણે અત્યાચાર કરવા લાગ્યા. આવી યાદવેની અવનતિ જોઈને કૃષ્ણને બહુ દુઃખ થયું. એ સ્થિતિ સુધારવા વૃદ્ધ વસુદેવ રાજાએ પુષ્કળ પ્રયત્ન કર્યો. દારૂ પીવાની મનાઈ કરી, પણ યાદવેએ છૂપી રીતે તે વ્યસન ચાલુ જ રાખ્યું, અને એમનું ઉન્મત્તપણું કમતી થયું નહીં, આ સર્વ વિપરીત બુદ્ધિ વિનાશકાળની નિશાની છે એમ કૃણે જોઈ લીધું. આથી પ્રવૃત્તિમાંથી તેમનું મન ઉદાસ થવા લાગ્યું.
૪. વિ. સં. પર્વે ૩૦૧૦ (અથવા ૩૦૨૮)મા વર્ષે કાતિક વદિ ૩૦ ને દિવસે સૂર્યગ્રહણ થયું હતું. એ પર્વ
. નિમિત્ત કૃષ્ણ સર્વ યાદવેને પ્રભાસતીર્થ યાદવસ હાર જવાની સલાહ આપી. સ્ત્રીપુત્ર સહિત સવ યાદવે ત્યાં ગયા. ગ્રહણ છૂટ્યા પછી ત્યાં એક મહોત્સવ થયે. સુરને પ્રતિબંધ અહીં લાગુ ન હોવાથી નાચતાલ સાથે દારૂ પણ બેશુમાર ઊડ્યો. વાતવાતમાં ભારતીય યુદ્ધની સ્મૃતિઓ શરૂ થઈ. તેમાં વિરુદ્ધ પક્ષમાં ગયેલા એકબીજાની જોડે વાદવિવાદે ચડ્યા. વાદમાંથી ગાળાગાળી અને ગાળમાંથી લડાઈએ ઊતરી પડ્યા. થોડી વારમાં તે લેહીની નદીઓ વહેવા લાગી. માત્ર બળરામ અને કૃષ્ણ તટસ્થ રહ્યા;
રા-૮