________________
૧૧૨
કૃષ્ણ પલંગ ઉપર બેસાડ્યા. બાળપણની અને વિદ્યાર્થી અવસ્થાની વાતે કરવામાં બે મિત્રોએ આખી રાત ગાળી. કણે સુદામાની કૌટુંબિક સ્થિતિના સમાચાર પૂછયા અને ભાભીએ મોકલેલી ભેટ માટે અત્યંત પ્રેમથી માગણી કરી ! સુદામાએ લજવાતાં લજવાતાં પૌંઆની નાની પોટલી કાઢી આપી. જાણે અમૃત મળ્યું હોય એમ કૃષ્ણ તેમાંથી મૂઠી ભરી વખાણ વખાણું ખાધા. બીજી મૂઠી રુકિમણી વગેરેએ માગી લીધી. બીજે દિવસે કૃષ્ણની સ્ત્રીઓએ સ્નાનાદિક વગેરેથી અને મિષ્ટાન્નથી બ્રાહણનું સારી રીતે આતિથ્ય કર્યું. સુદામા ઘેર જવા નીકળ્યા તે વખતે કૃષ્ણ દૂર સુધી વળાવવા ગયા. શરમના માર્યા સુદામાએ કૃષ્ણની આગળ કશી યાચના કરી નહીં. કદાચ મૈત્રીને પવિત્ર સમાનતાને સંબંધ દાતા અને યાચકના હીન સંબંધથી કલુષિત થવાની ધાસ્તીથી કૃષ્ણ પણ વિદાય કરતાં એને કશું આપ્યું નહીં, પણ સુદામાએ ઘેર જઈ જોયું તે પિતાને ઘેર સમૃદ્ધિ જોઈ. આ સર્વ સંપત્તિ કૃષ્ણ તરફથી આવી એમ જ્યારે એના જાણવામાં આવ્યું ત્યારે પ્રેમ અને કૃતજ્ઞતાથી તેનું હૈયું ભરાઈ ગયું અને કૃષ્ણની મિત્રભક્તિ માટે આશ્ચર્ય થયું.
૩. રાજમદ એ કૃષ્ણના કાળના ક્ષત્રિનું પ્રધાન દૂષણ હતું. એ મદનું મર્દન કરવું એ કૃષ્ણના જીવનનું દયેય
હતું એમ કહી શકાય. એ ઉદ્દેશથી એમણે યાદને રાજમદ રાજ્યલાભી અને ઉન્મત્ત કંસ, જરાસંધ,
શિશુપાળ ઈત્યાદિને નાશ કર્યો. એ જ ઉદ્દેશથી કૌરવકુળનું નિકંદન કરાવતાં આંચકો ખાધે નહીં, પણ હવે