________________
૧૧૧
ઉત્તરપર્વ રુદન કરવા માંડયું. આ બાળક તે રાજા પરીક્ષિત, જેને શુકે ભાગવત સંભળાવ્યું એવી પુરાણની કથા છે. ત્યાર પછી યુધિષ્ઠિરને અશ્વમેધ થયે. યજ્ઞને ઉત્તમ રીતે પાર પાડી શ્રીકૃષ્ણ દ્વારિકા આવ્યા.
ઉત્તરપર્વ યુદ્ધ પછીનું કૃષ્ણનું બાકીનું જીવન ઘણુંખરું દ્વારિકામાં જ ગયું, યુદ્ધ પછી કૃષ્ણ કેટલાકને મતે ૩૬ અને કેટલાકને મતે ૧૮ વર્ષ જીવ્યા હતા. આ અવધિમાં એમણે અનેક મુમુક્ષુઓને જ્ઞાનને ઉપદેશ કર્યો, બે-બ્રાહ્મણની રક્ષા કરી, ગરીબેને દાન આપી તેમનાં દુઃખ ટાળ્યાં. એમાંથી સુદામાની વાત પ્રસિદ્ધ છે.
૨. સુદામા અને કૃષ્ણ સાંદીપનિની શાળામાં સાથે ભણ્યા હતા અને બન્ને ગાઢ મિત્રો થયા હતા. પણ
સુદામાને ગૃહસંસાર ઘણો ગરીબીવાળે થયે. છે તેની પત્નીના આગ્રહથી એ એક વાર કૃષ્ણ પાસેથી મદદ મેળવવાની આશાથી દ્વારિકા ગયા. મિત્રને ભેટ તરીકે આપવા ગરીબ બ્રાહ્મણીએ ક્યાંકથી માગી આણેલા એ મૂઠી પૌંઆ સુદામાની પિછડીએ બંધાવ્યા. કૃષ્ણ રુકિમણીના મહેલમાં બેઠેલા હતા, ત્યાં સુદામા જઈ પહોંચ્યા. તેને જોતાં જ કૃષ્ણ આનંદથી પલંગ પરથી કૂદી પડ્યા. બનેની આંખમાંથી આંસુનાં નીર વહેવા લાગ્યાં. કૃણે ઊના પાણી વતી સુદામાનાં ચરણે ધોયાં અને તે ચરણદકને પિતાની આંખે લગાડ્યું. મધુપર્કથી તેની પૂજા કરી અને પિતાના જ