________________
કૃષ્ણ અમને આશ્રય આપે છે. એ એક મરે તે લડાઈને અંત વહેલે આવે. આ વિચારથી પિતાની ન લડવાની પ્રતિજ્ઞા છતાં કૃષ્ણ સુદર્શન ચક્ર લઈ ભીષ્મના રથ ભણું દોડ્યા. કૃષ્ણને પિતાની સામે ચક લઈ આવતા જોઈ ભીમે મહાન આશ્ચર્યકારક કૃત્ય કર્યું. એણે પોતાનાં ધનુષ્યબાણ રથમાં મૂકી દીધાં અને બે હાથ જોડી બોલ્યા: “દેવદેવેશ જગત્રિવાસ શ્રીકૃષ્ણ! તારે હાથે મરણ આવે તે ઘણું જ સારું. આલેક અને પરલોક બને સુધરે. આવ અને ખુશીથી મને માર.” આ પ્રેમની ઢાલ આગળ બિચારા સુદર્શન ચકની ધાર પણ બુઠ્ઠી થઈ ગઈ. પ્રતિજ્ઞા ભૂલી મારવાને ઉઘુક્ત થયેલા કૃષ્ણ શાંત થઈ ગયા. એમણે ભીષ્મને અન્યાયન પક્ષ લઈ અનર્થનું મૂળ ન થવા સમજાવ્યા. ભીમે કહ્યું?
રાજા પરમ દૈવત છે. તેનું અમારાથી નિવારણ કરી શકાય નહીં.” કૃણે કહ્યું: “કંસને યાદવોએ દૂર કર્યો. કારણ કે તેને સમજાવતાં છતાં પણ તે સમયે નહીં. એ તને ખબર છે?” આ પ્રમાણે અધમી રાજાને દૂર કરાય કે નહીં એ વિષે તાત્વિક વાદવિવાદ ચાલતું હતું, એટલામાં અર્જુન સાવધ થયે અને કૃષ્ણને પ્રતિજ્ઞા ન તેડવા સમજાવી રથમાં પાછા લઈ ગયે. ફરીથી રીતસર યુદ્ધ શરૂ થયું.
૮. દશમે દિવસે પાછું અર્જુન અને ભીષ્મ વચ્ચે યુદ્ધ શરૂ થયું. તે દિવસે અર્જુનનાં બાણોની વૃષ્ટિથી ભીમ
વીંધાઈ ગયા. આ પ્રમાણે આ નૈષ્ઠિક બ્રહ્મચારી, ભીમનો
જ જ્ઞાની મહાત્માની જીવનલીલા પૂરી થઈ