________________
૧૦૪
કૃષ્ણ બે બાજુનું સર્વ સૈન્યદળ નિહાળવા અજુનને રથ આગળ આવ્યા. શંખે ફૂંકાયા. અર્જુન બે બાજુની તપાસણી કરવા લાગ્યું. ત્યાં અને જોયું કે આ લડાઈમાં કેવળ સગાંવહાલાંઓ જ પરસ્પર લડે છે. આવા ભયંકર યુદ્ધનાં માઠાં પરિણામ તેની દૃષ્ટિ આગળ તરી આવ્યાં. એણે એમાં પ્રજાને નાશ, ક્ષાત્રવૃત્તિને લેપ અને આર્યોની અધગતિ સ્પષ્ટ જોઈ. આથી એને બહુ શોક થયો. એ લડાઈમાંથી નિવૃત્ત થવા તત્પર થયે. એને આ શેક કુસમયે, પિતાની ક્ષાત્રપ્રકૃતિમાં રહેલા બળવાન સંસ્કારની પૂર્ણ ઓળખાણ વિના અને સદઅસવિવેકના બળથી નહીં, પણ ક્ષણિક મેહથી ઉત્પન્ન થયેલે જાણી, કૃષ્ણ એને જ્ઞાનપદેશ આપે છે. જે ભાગમાં આ ચર્ચા થઈ છે તે ભગવદ્ગીતા. આ ઉપદેશથી અર્જુનને મોહ ઊતરી ગયે અને તે લડાઈ માટે સજ્જ થઈ ગયે.
૬. ગીતાનું રહસ્ય ટૂંકામાં સમજાવવું સહેલું નથી. લખાણ દ્વારા એ રહસ્ય જાણી શકાય જ એમ ખાતરી ગીતાપદેશ :
જ નથી. જે વાચકને માટે આ જીવનચરિત્ર
" જાયેલું છે તે એનું સર્વ રહસ્ય સમજી શકે એવી સાધારણ રીતે આશા રાખી શકાય નહીં. એમને એટલું જ કહી શકાય કે એ શાસ્ત્રનું સન્દુરુષ પાસેથી વારંવાર શ્રવણ કરવું, શ્રદ્ધાથી એનું વારંવાર મનન અને
૧. છતાં આ જ લેખકને લખેલો “ગીતામન્થન” નામને ગ્રંથ વાંચવા ભલામણ છે.
-પ્રકાશક